લોકોની જીંદગી સાથે રમત ન રમી શકાય…
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે કહ્યું કે કો-વેક્સિનના બંને ડોઝ લગાવી ચુકેલા નાગરિકોને ફરી કોવિશીલ્ડની રસી આપવાનો કેન્દ્ર સરકારને આદેશ આપી લોકોના જીવન સામે રમત રમી શકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કો-વેક્સિનની રસી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને માન્યતા આપી નથી. આ ઉપરાંત વિદેશમાં જતાં નાગરિકોને પણ પ્રવાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ન્યાયમૂર્તિ ડીવાઇ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્નની બેન્ચે અરજી પર સુનાવણી દરમીયાન કહ્યું કે કેન્દ્ર સરકારને ફરી રસીકરણનો આદેશ આપી લોકોના જીવ સામે ચેડા કરી શકાય નહીં. અમારી પાસે આ અંગે હાલ કોઇ આંકડા નથી. અમને સમાચાર થકી જાણવા મળ્યું છે કે ભારત બાયોટેકે માન્યતા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં અરજી દાખલ કરી છે. ત્યાય સુધી જવાબની પ્રતિક્ષા કરવી જોઇએ. આ કેસમાં દિવાળીની રજાઓ બાદ ફરી વિચાર કરીશું.
સુપ્રીમ કોર્ટમાં વકીલ કાર્તિક સેઠ અરજી દાખલ કરી હતી. વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને મુસાફરી કરતા અટકાવામાં આવે છે કારણકે કો-વેક્સિનને ડબ્લ્યુએચઓ એ માન્યતા આપી નથી. કેન્દ્ર સરકારની વર્તમાન વ્યવસ્થા અંતર્ગત કો-વેક્સનના ડોઝ લેનાર વ્યક્તિ કોવિશિલ્ડ વેક્સીન માટે કોવિન પોર્ટ પર રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી અને આ અંગે કેન્દ્ર સરાકરને નિર્દેશ જારી કરવામાં આવે.
તેના પર બેન્ચે કહ્યું કે અમે કોઇ પણ ડેટ વગર બીજી કોઇ વેક્સિન લગાવવાનો કેન્દ્ર સરકારને આદેશ આપી શકીએ નહીં. અમે તમારી ચિંતા સમજી છીએ, ડબ્લ્યુએચના નિર્ણયની રાહ જુઓ. આ સાથે કોર્ટે તે વાતની પણ ચિંતા કરી કે જાહેર હીતની અરજીની આડમાં પ્રતિપસ્પર્ધી કેસનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે.
84 , 1