સુપ્રીમ કોર્ટનો ચૂકાદો, કહ્યું- ડોક્ટર દરેક સમયે દર્દીના પડખે જ ના રહી શકે
જ્યારે પણ કોઈ દર્દીનું મૃત્યુ થાય છે, ત્યારે દર્દીની સારવાર કરી રહેલા ડૉક્ટરને જવાબદાર ઠેરવામાં આવે છે. તબીબો બિનજરૂરી બેદરકારીનો કેસ દાખલ કરતા હોય છે, પણ હવે એવું નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દર્દીના મૃત્યુ માટે ડોક્ટરને જવાબદાર ગણાવ્યા નથી.
સુપ્રીમકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું હતું કે કોઈપણ ડોક્ટર તેના દર્દીને કોઈપણ સંજોગોમાં જીવનનું આશ્વાસન આપી શકે નહીં, તે માત્ર તેની સર્વોત્તમ ક્ષમતાથી સારવારનો પ્રયત્ન કરી શકે છે. જો કોઈ કારણસર દર્દી જીવિત નથી રહેતો તો ડોક્ટર પર સારવાર દરમિયાન ખામી રાખવાનો આરોપ લગાવી શકાય નહીં.
જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ વી. રામ સુબ્રહ્મણ્યમની બેન્ચે બોમ્બે હોસ્પિટલ અને ચિકિત્સા કેન્દ્રની અરજી સ્વીકારીને નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડરેસલ કમિશનના એ આદેશને રદ કરી દીધો, જેમાં સારવારમાં ખામીના કારણે દર્દી દિનેશ જયસ્વલના મોત માટે આશા જયસ્વાલ અને પરિવારને 14.18 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ઘટનાના રેકોર્ડ અને તર્કને ધ્યાનમાં રાખીને પીઠે કહ્યું હતું કે આ એક એવો કેસ છે, જ્યાં દર્દી હોસ્પિટલમાં દાખલ થયા પહેલાં ગંભીર સ્થિતિમાં હતો, પરંતુ સર્જરી અને સારવાર પછી પણ તે જીવિત ના રહી શક્યો. આ ઘટનાને સારવારમાં ખામી છે તેવું કહી શકાય નહીં.
બેન્ચે ફરિયાદકર્તાની આ દલીલને નકારી દીધી છે, કારણ કે સર્જરી એક ડોક્ટર દ્વારા જ કરવામાં આવી હતી, તેથી દર્દીની સારવારનાં વિવિધ પાસાં માટે તેને એકને જ જવાબદાર ગણાવી શકાય, પરંતુ બેન્ચે આ ધારણાને ખોટી ગણાવી છે.
72 , 1