પંજાબના મોહાલીમાં દિલ્હીના BJP નેતા તજિન્દર બગ્ગા વિરુદ્ધ કેસ
પંજાબ પોલીસે ભાજપના નેતા તજિંદર સિંગ બગ્ગાની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે બગ્ગાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસની આ કાર્યવાહી પર ભાજપના નેતાઓએ આપત્તિ વ્યક્ત કરી છે.
બગ્ગા વિરૂદ્ધ એક એપ્રિલના રોજ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. તેના વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપવા, શત્રુતા વધારવા અને આપરાધિક ધમકીના આરોપને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બગ્ગા ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદનને લઇને તેમના પર હુમલા કરી રહ્યા છે.
કપિલ મિશ્રાએ ટ્વીટમાં દિલ્હીના દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવતાં લખ્યું ‘પંજાબની પોલીસનો ઉપયોગ કરી કેજરીવાલ પર્સનલ નારાજગી, પર્સનલ ખુન્નસ કાઢી રહ્યા છે. આ પંજાબના જનાદેશનું અપમાન છે. તજિંદર બગ્ગા સાથે આજે આખો દેશ ઉભો છે. કેજરીવાલ એક સાચા સરદારથી ડરી ગયા છે.’
235 , 1