November 29, 2022
November 29, 2022

બિસલેરી ખરીદવાની તૈયારીમાં ટાટા

7000 કરોડ રૂપિયામાં બિસ્લેરી બ્રાન્ડને ખરીદવાની તૈયારી

ટાટાની FMCG કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ બિસ્લેરી બ્રાન્ડને ખરીદવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે લગભગ રૂ. 7000 કરોડમાં આ સોદા થવાનું કહેવામાં આવી રહ્યો છે. કંપનીને ખરીદવા માટે બિસ્લેરીના પ્રમોટર્સ સાથે લગભગ બે વર્ષથી વાતચીત ચાલી રહી હતી. ટૂંક સમયમાં આ સોદો ફાઈનલ થવાની શક્યતા છે.

રિલાયન્સ રિટેલ, નેસ્લે અને ડેનોન સહિતની ઘણી કંપનીઓએ બિસ્લેરીને ટેકઓવર કરવા માટે પડાપડી કરી હતી. ટાટા સાથે બે વર્ષથી વાટાઘાટો ચાલી રહી હતી અને તેઓએ થોડા મહિના પહેલા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનીલ ડિસોઝાને મળ્યા બાદ તેમનું મન બનાવ્યું હતું. બિસ્લેરી મૂળ ઈટાલિયન બ્રાન્ડ હતી જેણે ભારતમાં 1965માં મુંબઈમાં દુકાન શરૂ કરી હતી. ચૌહાણે તેને 1969માં હસ્તગત કરી હતી. કંપની પાસે 122 ઓપરેશનલ પ્લાન્ટ છે અને ભારત અને પડોશી દેશોમાં 4,500 વિતરકો અને 5,000 ટ્રકોનું નેટવર્ક છે.

ચૌહાણે જણાવ્યું હતું કે ટાટા જૂથ તેનું વધુ સારી રીતે ઉછેર કરશે અને તેની સંભાળ રાખશે, જોકે બિસ્લેરીનું વેચાણ હજુ પણ એક દુઃખદાયક નિર્ણય હતો. ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રુપે 12 સપ્ટેમ્બરે બિસ્લેરી માટે ઓફર કરી હતી.

 31 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved