આઈપીએલ પહેલા ગ્લેન મેક્સવેલે નવી ઈનિંગ આરંભ કરી
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમનારા ગ્લેન મેક્સવેલે ગર્લફ્રેન્ડ વિની રામન સાથે લગ્ન કર્યા છે. વિની ભારતીય મૂળની છે. તેમણે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા છે.
વિનીએ પોસ્ટ સાથે વિવિધ પ્રકારના ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે. આ સાથે તારીખ ‘18.3.2022’ પણ લખવામાં આવી છે. તે દર્શાવે છે કે બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. ગ્લેન મેક્સવેલ અને વિની રમન બે વર્ષ કરતાં વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ જોડીએ ફેબ્રુઆરી 2020માં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમની સગાઈની જાહેરાત કરી હતી. તેમણે બે વર્ષ પહેલા 14 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી. પરંતુ, કોરોનાને કારણે બંને લગ્ન કરી શક્યા ન હતા.
બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના લગ્નની એક તસવીર શેર કરી છે. બંનેને સોશિયલ મીડિયા પર સમગ્ર ક્રિકેટ જગત દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યાં છે. આરસીબીએ પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બંનેને અભિનંદન પાઠવ્યા છે અને લખ્યું છે કે તમારા બંનેના લગ્નથી આરસીબી પરિવાર ખૂબ જ ખુશ છે. તમારા બંનેને લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન.
92 , 1