February 1, 2023
February 1, 2023

જીવ બચાવનાર બહાદુર ઉંદર થયો નિવૃત….

‘મગાવા’ ને તેના કામ બદલ ‘બ્રિટીશ ચેરીટી’ દ્વારા મેડલ એનાયત કરાયો છે

આપણે એવું તો સાંભળ્યું છે કે, કોઈ માણસને તેની બહાદુરી બદલ ઇનામ કે વળતર આપવામાં આવે .પણ કયારેય એવું સાંભળ્યું છે કે ,કોઈ પ્રાણી કે કોઈ ઉંદરની બહાદુરી માટે તેને મેડલ મળે કે વળતર આપવામાં આવે .હા આવી જ એક વાત અહીં તમને જણાવીશ .વાત છે ..”મગાવા” નામના બહાદુર ઉંદરની જેને પોતાની બહાદુરી માટે બ્રિટિશ ચેરિટી દ્વારા મેડલ આપવામાં આવેલો છે .

મળતી માહિતી અનુસાર ,આફ્રિકન જાતનો એક ઉંદર આજકાલ વિશ્વભરમાં ‘હીરો’ ના રૂપમાં ફેમશ થઇ ગયો છે. તેની બહાદુરીના કિસ્સા લોકો એકબીજાને કહી રહ્યા છે. આ ઉંદરનું નામ છે “મગાવા”.આ ઉંદરની ઉંમર માત્ર 7 વર્ષ જ છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ ઉંદર બોમ્બ સ્નિફિંગનું કામ કરતો હતો. જી, હા આ કામ કરતા પોતાની કારકિર્દી દરમિયાન તેણે હજારો લોકોના જીવ બચાવ્યા છે. એટલું જ નહીં હવે પાંચ વર્ષની સેવા બાદ તે રીટાયર્ડ થઇ રહ્યો છે.

વધુમાં તમને જણાવી દઈએ કે ,આ સામાન્ય ઉંદર નથી, પરંતુ આ ઉંદર લેન્ડમાઇન્સને સૂંઘવાની આવડત ધરાવે છે. તેણે આ ક્ષેત્રે પાંચ વર્ષની સેવા આપી અને હવે તેને નિવૃત્તિ આપવામાં આવી છે. આ કારણે ‘મગાવા’ ઉંદરની ચર્ચા વિશ્વભરમાં થઇ રહી છે. સામાન્ય રીતે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે કે ઉંદર આ પ્રકારના કાર્ય કરતુ હોય.

અત્રે નોંધનીય છે કે , ‘મગાવા’ ને તેના કામ બદલ ‘બ્રિટીશ ચેરીટી’ દ્વારા મેડલ એનાયત કરાયો છે. હકીકતમાં બ્રિટીશ ચેરિટીએ પ્રાણીઓ માટેનું ટોચનું ઇનામ, જે અગાઉ ફક્ત કૂતરાઓ માટે અનામત રાખવામાં આવ્યું હતું, તે ‘મગાવા’એ જીત્યું છે. ‘મગાવા’ કદાચ વધુ કામ કરી શકે એમ હતો.પરંતુ ઉંમરના છેલ્લા પડાવને કારણે કદાચ તેને નિવૃત કરાયો છે .

આ બાબતે વિગતોમાં ,તેને તાલીમ આપનારી સંસ્થાનું કહેવું છે કે, ‘તે ભલે હજી સ્વસ્થ છે, પરંતુ તે નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયો છે અને દેખીતી રીતે તે સુસ્ત થઇ રહ્યો છે.’ તમને જણાવી દઈએ કે, જ્યારે ‘મગાવા’ને 2016 માં કંબોડિયા લાવવામાં આવ્યો હતો, ત્યારે તે માત્ર 2 વર્ષનો હતો.

મહત્વપૂર્ણ છે કે ,જે વ્યક્તિ ‘મગાવા’નું ધ્યાન રાખતી એટલે કે તેના કેરટેકરે કહ્યું કે, “અમને તેની સેવાઓ પર ગર્વ છે. તેણે શાનદાર કામ કર્યું છે. ભલે તે નાનો છે પરંતુ મને તેની સાથે કામ કરવાનો ગર્વ છે, નિવૃત્તિ બાદ પણ ‘મગાવા’ એ જ પિંજરામાં રહેશે, જ્યાં ડ્યુટી દરમિયાન રખાતો હતો. તેની દિનચર્યા પણ એ જ હશે અને તેનું ધ્યાન પણ પહેલાની જેમ રાખવામાં આવશે.

જે કામ કરવા માટે આપણે માણસો પ્રતિબધ્ધ નથી હોતા ક્યારેક એવા કામો પ્રાણીઓ કરી નાખતા હોય છે ,આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે “મગાવા’…

 105 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved