February 2, 2023
February 2, 2023

XE વેરિઅન્ટનો પ્રથમ કેસ મુંબઇમાં મળ્યાના રિપોર્ટને કેન્દ્રએ નકાર્યો

જાણો શું છે XE વેરિઅન્ટનાં લક્ષણો અને કેટલો છે ઘાતક?

છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે, મહામારીની પહેલી લહેર, બીજી લહેર અને છેલ્લે ઓમિક્રોનની ત્રીજી લહેર પસાર થઇ ચૂકી છે. બીજી લહેરમાં દેશમાં ભારે તારાજી સર્જાઇ હતી. હોસ્પિટલો ભરાવવા લાગી હતી, ઓક્સિજન માટે દર્દીઓ વલખા મારી રહ્યા હતા. લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા હતા. જો કે ધીરે ધીરે બીજી લહેર શાંત થઇ, અને ફરી જનજીવન ધમધમતું થવા લાગ્યું, ત્યારે એક નવા વેરિએન્ટ ઓમિક્રોને દસ્તક દીધી હતી. જેમાં તેજીથી સંક્રમણ ફેલાવવા લાગ્યું હતું. દરોજ ચાર ગણા કેસો નોંધાતા હતા. પરંતુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડતાં રાહતનો શ્વાસ લીધો હતો. ધીરે ધીરે ત્રીજી લહેર ઓમિક્રોનની હવે નાબૂદ થવાના આરે છે. સરકારે ફક્ત માસ્ક અને સોશિય ડિસ્ટન્સ શિવાય તમામ નિયમોને દૂર કર્યા છે. હાલ સંપૂર્ણ પણે જન જીવન ફરી પાટા પર આવી ગયું છે.

ત્યારે ફરી કોરોનાના નવા XE વેરિઅન્ટે મુંબઈમાં દસ્તક આપીને લોકોનું ટેન્શન વધાર્યું હતું ઓમિક્રોનનું જ સબ-વેરિયન્ટ હોવાનું કહેવાય છે. વિશ્વમાં સૌ પ્રથમ તેનો કેસ બ્રિટનમાં નોંધાયો હતો. જ્યારે ભારતમાં મુંબઈમાં દક્ષિણ આફ્રિકન મૂળની એક મહિલા કોસ્ચ્યુમ ડિઝાઈનર XE વેરિઅન્ટથી સંક્રમિત થવાની વિગતો સામે આવી છે. પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસમાં હજુ સુધી તેના કોઈ પુરાવા નથી મળ્યા. તો બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, વર્તમાન પુરાવા કોરોનાના XE વેરિઅન્ટની હાજરી દર્શાવતા નથી.

મંત્રાલયે કહ્યું કે એક 50 વર્ષની મહિલાનું ટેસ્ટ XE વેરિઅન્ટ માટે પોઝિટિવ આવ્યું છે. તેમનો સંપૂર્ણ રસીકરણ કરવામાં આવેલ છે. માહિતી અનુસાર, મહિલાને અન્ય કોઈ લક્ષણ અને બીમારી નથી. “તેઓ 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. અને તેનો કોઈ અગાઉનો પ્રવાસ ઇતિહાસ નહોતો. આગમન પર તેમનો ટેસ્ટ નકારાત્મક આવ્યો હતો,” મંત્રાલયે જણાવ્યું હતું.

શું છે આ XE વેરિઅન્ટ અને કેટલો છે જોખમી?

WHOનાં જણાવ્યાં અનુસાર, નવો XE વેરિઅન્ટ સૌ પ્રથમ UKમાં 19 જાન્યુઆરીએ મળી આવ્યો હતો અને ત્યારથી સેંકડો અહેવાલો અને પુષ્ટિઓ કરવામાં આવી રહી છે. તે બે અન્ય ઓમિક્રોન વેરિઅન્ટ BA.1 અને BA.2 નું મ્યુટન્ટ હાઇબ્રિડ છે અને વૈશ્વિક સ્તરે ફેલાતા કેસ માટે તે જવાબદાર છે. WHO એ કહ્યું કે, નવો મ્યુટન્ટ Omicron નાં BA.2 પેટા વેરિઅન્ટ કરતાં લગભગ 10 ટકા વધારે ટ્રાન્સમીસિબલ (તેજીથી ફેલાનાર) છે. જે કોઈ પણ સ્ટ્રેન કરતાં વધુ ટ્રાન્સમિસિબલ હોઈ શકે છે.

નવા ઘટનાક્રમથી આરોગ્ય વર્તુળોમાં ચિંતા વધી રહી છે કારણ કે મહારાષ્ટ્ર હવે પુન:ધબકવા જઇ રહ્યું છે તેમજ ડિસેમ્બર 2021 માં શરૂ થયેલી ત્રીજી લહેર પણ હવે અંતિમ તબક્કામાં છે. પરંતુ તાજેતરમાં જ વિશ્વભરમાં XE નાં થોડા કેસો મળી આવ્યાં છે, પરંતુ તેની અત્યંત ઊંચી ટ્રાન્સમિશન સંભવિતતાનો અર્થ એ હોઇ શકે છે કે તે નજીકના ભવિષ્યમાં સૌથી વધારે પ્રભાવશાળી સ્ટ્રેન બની જાય.

જાણો શું છે XE વેરિઅન્ટનાં લક્ષણો

યુકેનની સ્વાસ્થ્ય પ્રોટેક્શન એજન્સી અનુસાર, XE માં નાક વહેવું, છીંક આવવી અને ગળામાં દુ:ખાવો થવો જેવાં લક્ષણો હોય છે કે જે વાયરસનાં મૂળ સ્ટ્રેનથી વિપરીત હોય છે. કારણ કે મૂળ સ્ટ્રેનમાં સામાન્ય રીતે તાવ આવવો અને ઉધરસ આવવી એટલું જ હોય છે અને સાથે માણસને કોઈ પણ સ્વાદ કે ગંધ નથી આવતી. 22 માર્ચ સુધીમાં ઇંગ્લેન્ડમાં XE નાં 637 કેસ મળી આવ્યા હતાં.

તારણો કાઢવા માટે હાલમાં પુરાવા અપૂરતા

થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ XE વેરિઅન્ટ મળી આવ્યો છે. WHOએ કહ્યું કે, મ્યુટેશન વિશે કંઈ પણ કહેતા પહેલાં વધુ ડેટાને ધ્યાનમાં લેવાની જરૂર છે. UKHSA નાં મુખ્ય તબીબી સલાહકાર સુસાન હોપકિન્સ અનુસાર ફોર્બ્સના એક અહેવાલ અનુસાર સંપૂર્ણ પુષ્ટિ કરવા માટે હજુ વધુ ડેટાની જરૂર છે. હોપકિન્સે કહ્યું કે, સંક્રમણ, તેની ગંભીરતા અથવા તો રસીની અસરકારકતા અંગે કોઈ તારણો કાઢવા માટે હજુ પૂરતા પુરાવા નથી.

 101 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved