મુખ્યપ્રધાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ જાહેરાત કરવામાં આવી
બૉલીવુડ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને રિલિઝ થતાની સાથે જ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ કરમુક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ કરમુક્ત કરવામાં આવી છે.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘The Kashmir Files’ આજકાલ સતત ચર્ચામાં છે. ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ એ તકલીફોને પરદા પર ઉતારી છે, જે કાશ્મીરી પંડિતોએ જીવી છે. પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત ‘The Kashmir Files’ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને ટીમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
ફીલ્મ્બની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.
68 , 1