September 25, 2022
September 25, 2022

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગત મંદિરના દ્વાર ભક્તો માટે બંધ

આટલા દિવસ બંધ રહેશે દ્વારકા જગત મંદિર

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસો ફરી વધી રહ્યા છે જેના પગલે લોકોમાં ત્રીજી લહેરનો ભય ફેલાયો છે. ત્યાં બીજી બાજુ ભક્તો માટે મંદિરના દ્વાર ફરી એકવાર બંધ કરવામાં આવી રહ્યા છે. વિશ્વના પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિરના દ્વાર ભક્તો માટે ફરી એક વખત બંધ કરવાનો નિર્ણય દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે. જગત મંદિરના દ્વાર આવતીકાલ તારીખ. 17.01.22 થી લઇને તા.23.01.22 સુધી બંધ કરવામાં આવનાર છે. નોંધનીય છે કે, દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયા છે જે ધ્યાનમાં લઈ આગામી તા 17/02/222 થી તા.23/01/2022સુધી જગત મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. જગત મંદિર માં પુજારી પરિવાર દવારા પારંપારીક નિત્યક્રમ કરવામાં આવશે.પરંતુ જગત મંદિર અંદર ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે. અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.

બીજી બાજુ સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠ અંબાજી મંદિર કોરોના સંક્રમણ લઈ 15 જાન્યુઆરી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ગબ્બર શક્તિપીઠ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ કરવા નિર્ણય લેવાયો છે.વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજ આરતી નું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સર્વે લોકોને ઘરે બેઠા જીવંત પ્રસારણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved