September 27, 2022
September 27, 2022

ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટરને સરકારે Y કેટેગરીની સુરક્ષા આપી

ફિલ્મનું કલેક્શન 100 કરોડને પાર

ગુજરાત સહિત દેશભરમાં હાલ ચારેકોર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે તો બીજી તરફ આ ફિલ્મનો વિરોધ પણ થઈ રહ્યો છે જેના પગલે ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે વિવેક અગ્નિહોત્રી ભારતમાં ગમે ત્યાં રહેશે અથવા પ્રવાસ કરશે ત્યારે તેમની જોડે CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો સાથે રહેશે.

દેશમાં અલગ અલગ સ્તરે કેન્દ્રીય ગૃહ મંત્રાલાય સુરક્ષા આપતી હોય છે, જેમાં નેતાઓથી લઈને અન્ય VIP (વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) પર જીવનું જોખમ હોય અથવા તો ધમકી મળતી હોય તો તેમને વિવિધ કેટેગરી એટલે કે X, Y, Z, Z+ લેવલની સુરક્ષા આપવામાં આવે છે.

નોંધનીય છે કે, ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાત, યુપી કર્ણાટક સહિતના રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. એટલું જ નહીં આ ફિલ્મે સાત દિવસમાં જ 100 કરોડની કમાણી કરી લીધી છે.

 73 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved