October 6, 2022
October 6, 2022

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે બોક્સ-ઓફિસ પર મચાવી ધમાલ

ચાર દિવસમાં કરી બમ્પર કમાણી

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ચારે તરફ વખાણ થઇ રહ્યાં છે અને દર્શકો ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં જઇ રહ્યાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘૂમ મચાવી રહી છે. ફિલ્મે ચોથા દિવસે પણ સારી કમાણી કરી છે. 14 કરોડના બજેટવાળી આ ફિલ્મ કમાણીના મામલે પણ કમાલ બતાવી રહી છે.

ટ્રેડ વિશ્લેષક અહેવાલ મુજબ, ફિલ્મે સોમવારે લગભગ 15.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે રવિવારે પણ 15.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શનિવારે 8.50 કરોડ રૂપિયા, શુક્રવારે 3.55 કરોડ રૂપિયા સાથે ફિલ્મે રિલીઝના ચાર દિવસમાં કુલ 42.20 કરોડનું કલેક્શન કર્યું છે.

આ ફિલ્મે ચોથા દિવસના કલેક્શનમાં કોરોના પહેલા અને પછી આવેલી મોટી હિન્દી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. કોવિડ પહેલા અને પછી આવેલી ફિલ્મોમાં કાશ્મીર ફાઇલ્સ ટોચ પર છે. મોટાભાગની ફિલ્મોનું વીકએન્ડ કલેક્શન ઊંચું હોય છે અને સોમવારે બોક્સ ઓફિસ પર ઘટાડો જોવા મળે છે પરંતુ ધ કાશ્મીર ફાઈલ્સના કિસ્સામાં આંકડા ચોંકાવે છે.

 35 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved