ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ મામલે પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલનું મૌન
ઊર્જા વિભાગના ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનું નામ ખુલતાં હડકંપ મચી ગયો છે. ભાજપના નેતા ધનસુરાના અવધેશ પટેલનું નામ ખુંલતા હડકંપ મચી ગયો છે. અવધેશ પટેલ અરવલ્લીમાં ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. મીડિયા પહોંચતા પહેલા કાર મૂકી અવધેશ પટેલ રવાના થઈ ગયા હતા. પોલીસ અટકાયતના ડરથી મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું.
વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા આજે મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ગેરરીતિ થઈ છે. યુવરાજસિંહના આ ધડાકાથી સરકાર પર ફરી પાછા માછલાં ધોવાઈ રહ્યાં છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે “અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓનાં હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ.”
આક્ષેપ છે કે ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાના યુવરાજ સિંહના આક્ષેપ છે. અહીં એક જ ગામના 18 વિદ્યાર્થીઓની કેવી રીતે ભરતી થઇ? એ ખુબ મોટો પ્રશ્ન ઉઠ્યો છે. યુવરાજ સિંહના આરોપ પ્રમાણે બાયડ ચોઈલા ગામલોકો એમાં વધુ જોડાયેલા છે. પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ઉર્જા વિભાગની ભરતીમાં મૌટું કૌભાંડના આરોપ સાથે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે આ અંગે રાજ્યના પૂર્વ મંત્રી સૌરભ પટેલને પૂછવામાં આવતાં કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. તેમણે ભરતીમાં કૌભાંડ અંગેના સવાલો પર મૌન સેવ્યું હતું. મહત્વનું છે કે, આ ભરતી કૌભાંડ ત્યારે થયું હતું જ્યારે સૌરભ પટેલ ઉર્જા મંત્રી હતાં.
103 , 1