IPLમાં હવે સંભળાશે ‘કેમ છો’, ‘આઉટ છે ભાઈ’!
IPLનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ IPLમાં તમને ઘણું બધું નવું જોવા મળશે. બ્રોડકાસ્ટર દ્વારા આ વખતે વિવિધન નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. આ મુજબ કોમેન્ટ્રી અંગ્રેજી અને હિન્દી સિવાય 7 પ્રાદેશિક ભાષામાં સાંભળવા મળશે. જેમાં ગુજરાતી પણ એક છે.
IPLના ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતી ભાષામાં મેચની મજા માણી શકાશે. ડિઝની+હોટસ્ટાર પર ગુજરાતી કોમેન્ટ્રીમાં મેચ માણી શકાશે. આ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ-1 હિન્દીના વ્યૂઅર્સ પાસે ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી સાંભળી શકવાનો વિકલ્પ બ્રોડકાસ્ટર્સ દ્વારા અપાશે.
આ સિઝનમાં ગુજરાતની ટીમ ઉમેરાઈ છે તેથી ગુજરાતી દર્શકોને આકર્ષવા માટે ગુજરાતીમાં કોમેન્ટ્રી રાખવામાં આવી છે. આ કોમેન્ટ્રી પેનલમાં ગુજરાતના પૂર્વ ક્રિકેટરો, રેડિયો જોકી, સ્ટેન્ડ અપ કોમેડિયનનો સમાવેશ કરાયો છે.
ગુજરાતી કોમેન્ટેટર્સમાં કરણ મહેતા, મનન દેસાઈ (સ્ટેન્ડ અપ કોમેડિયન), ધ્વનિત ઠાકર (પૂર્વ પણ લોકપ્રિય RJ), આકાશ ત્રિવેદી, મનપ્રીત જુનેજા (પૂર્વ રણજી ક્રિકેટર), નયન મોંગિયા (પૂર્વ ટેસ્ટ ક્રિકેટર) સામેલ છે.
મહત્વનું છે કે, આજથી શરૂ થતી IPLની ઓપનિંગ વિકેન્ડની મેચો, ગુજરાત ટાઈટન્સની તમામ 14 મેચ અને નૉકઆઉટ રાઉન્ડની તમામ મેચ ગુજરાતીમાં માણી શકાશે.
80 , 1