કિંમત જાણીને તમારી આંખો પહોળી થઈ જશે…
ગુજરાત સહિત ભારતના ગ્રામીણ વિસ્તારમાં ખાટલો જોવા મળે છે. લોકો પોતાના ઘરે જાતે જ આવા ખાટલાને બનાવી દેતા હોય છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડની એક વેબસાઇટે ભારતીય ખાટલો એટલે કે ચારપાઇને 41,000 હજાર રૂપિયામાં વેચી રહી છે.
ન્યૂઝીલેન્ડની એક બ્રાન્ડ એનાબેલ્સ પાતળી દોરી અને લાકડામાંથી બનેલા ખાટલાને Vintage Indian Daybed નામથી 41,000 રૂપિયામાં વેચી રહી છે. આ ખાટલામાં કોઇ ખાસ વાત નથી કે જેના કારણે તેને આટલુ મોંઘુ વેચવામાં આવી રહ્યુ છે. આવા ખાટલાની કિંમત ભારતમાં ખૂબ જ ઓછી હોય છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાં તે 10 ગણી વધુ કિંમતમાં વેચવામાં આવી રહ્યો છે.
આ કોઈ પ્રથમ વાર નથી કે કોઇ વિદેશી બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિ અને રહેણી કહેણી સાથે સંકળાયેલી વસ્તુઓ વેચી રહી હોય. મોટેભાગે આ ભારતીય વસ્તુઓને તેઓ વિન્ટેજના નામે વેચીને સારા એવા પૈસા બનાવે છે. જણાવી દઇએ કે, 2019 માં બ્રિટનની એક બ્રાન્ડને વિન્ટેજ અને બોહો ડ્રેસીસ વેચવા બદલ આલોચનાનો ભોગ બનવુ પડ્યુ હતુ. આ ડ્રેસ એક સામાન્ય ભારતીય ડ્રેસ જેવો જ હતો જેને ભારી કિંમતમાં વેચવામાં આવી રહ્યો હતો.
91 , 1