October 1, 2022
October 1, 2022

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અમદાવાદમાં, મુખ્યમંત્રીએ એરપોર્ટ પર કર્યું ભવ્ય સ્વાગત

BMWમાંથી હાથ ઊંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. બ્રિટનના પ્રધાનમંત્રી પોતાના ભારત પ્રવાસનો પ્રારંભ ગુજરાતથી કર્યો છે. ત્યારે બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી એક દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ બોરિસ જ્હોનસન 21 એપ્રિલે અમદાવાદના મહેમાન બન્યા છે. ત્યારે તેમના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન 11 વાગે હાલોલમાં ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ગિફ્ટ સિટીમાં મહત્વના રોકાણ અંગે જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ બોરીસ જ્હોનસન બપોરે 3 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાર્પણ કરી, ચરખો કાંતશે અને સાંજે જ બોરીસ જ્હોનસન દિલ્લી જવા રવાના થશે.

દિલ્લી જઈને બ્રિટનના પીએમ ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. આ મુલાકાત દરમિયાન વિદેશનીતિ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. સાથે જ ખાસ કરીને વર્તમાન સ્થિતિને અનુરૂપ બ્રિટનના પીએમ યુક્રેન અને રશિયાની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી મોદી સાથે ચર્ચા કરે તેવી પણ સંભાવના છે. એટલું જ નહીં આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને યુકેના પ્રધાનમંત્રી વેપાર, સંરક્ષણ અને યૂક્રેન સંકટ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી રોડમેપ 2030 ના અમલીકરણની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા વિશે વાત કરશે એમ મંત્રાલયે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી જ્હોન્સનનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કરવામાં આવશે અને 22 એપ્રિલે પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે.

 89 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved