October 1, 2022
October 1, 2022

સોશિયલ મીડિયામાં #Resign_Asitvora ટ્રેન્ડ વધ્યો

શું અસિત વોરાનું રાજીનામું માંગી લેવાયું?

હેડકર્લાકની પરીક્ષાનું પેપર ફૂટતાં સરકારે પરીક્ષા રદ્દ કરીને 80 હજારથી વધુ પરીક્ષાર્થીઓના મહેનત પર પાણી ફેરવી દીધુ છે. બીજી બીજુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની રાજીનામાની માંગ ચારેકોર ઉઠી છે. હાલ સોશિયલ મીડિયામાં #Resign_Asitvora નામથી અભિયાન પણ શરૂ થયું છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસિત વોરાનું રાજીનામું માંગી લીધુ હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે બુધવારે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા વોરાએ જણાવ્યું હતું કે CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી’ આવું નિવેદન આપીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે હવે સરકાર આગામી સમયમાં શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું..

GSSBના ચેરમેન આસિત વોરાના રાજીનામાની ફરી માગ ઉઠી છે. ઉમેદવારો બાદ હવે રાજકીય પક્ષોએ રાજીનામાની માગ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ કરી વોરાના રાજીનામાની માગ કરી હતી. સોશિયલ મીડિયામાં હાલ ટ્વિટર પર #Resign_Asitvora ટ્રેન્ડ થઈ રહ્યું છે. જો કે રાજીનામા અંગે કઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નોંધનીય છે કે, બિન સચિવાલયની હેડ ક્લર્કની પરીક્ષાનું પેપર લીક કાંડમાં GSSBના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં આવી ગયા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, AAP અને વિરોધપક્ષ અસિત વોરા પર આક્ષેપો કરી રહ્યાં હતા. ગઈકાલે (બુધવારે) કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે અસિત વોરાને બોલાવ્યા હતા. જેના ભાગરૂપે મુખ્યમંત્રી અને અસિત વોરા વચ્ચે ખાનગી બેઠક મળી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી. જોકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા વોરાએ જણાવ્યું હતું કે CM સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી’ તેઓ આવું નિવેદન આપીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

 47 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved