October 6, 2022
October 6, 2022

ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી ટી-20

ભારતીય ટીમ ઘર આંગણે સળંગ છઠ્ઠી સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. આજની બીજી ટી20 જીતીને ટીમ ઇન્ડિયા સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે, તો વળી કેરેબિયન ટીમ આજે જીત સાથે સીરીઝમાં બરાબર કરવા મેદાનમાં ઉદરશે. કોલકત્તામાં ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ ટી20માં ભારતીય ટીમે 6 વિકેટથી વેસ્ટ ઇન્ડિઝને માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. તે સિવાય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. સૂર્યકુમાર યાદવ અને દીપક હુડાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો દીપક હુડ્ડા રમશે તો વેંકટેશ ઐય્યરને બહાર બેસવું પડી શકે છે.

બોલિંગની વાત કરવામાં આવે તો રવિ બિશ્નોઈની સાથે કુલદીપ યાદવને તક આપવામાં આવી શકે છે જ્યારે ચહલને બહાર રાખવામાં આવી શકે છે. પ્રથમ T20 મેચમાં યુઝવેન્દ્ર ચહલ ઘણો મોંઘો સાબિત થયો હતો. હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને દીપક ચહરને ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર/દીપક હુડ્ડા, શાર્દૂલ ઠાકુર, રવિ બિશ્નોઇ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન.

વેસ્ટ ઇન્ડિઝની સંભવિત પ્લેઇંગ ઇલેવન : બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પૉવેલ, કીરોન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ હોસેન, શેલ્ડન કૉટરેલ/ડોમિનિક ડ્રેક્સ.

 48 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved