જુઓ શું લખ્યું છે કંકોત્રીમાં….
ગુજરાત સહિત દેશભરમાં દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા અલગ-અલગ પ્રકારની રીતો અપનાવે છે. ખાસ કરીને લગ્નના કાર્ડમાં લોકો ઘણી ક્રિએટિવિટી બતાવવાનો પ્રયાસ કરે છે. આવા જ કેટલાક રસપ્રદ લગ્નના કાર્ડ સોશ્યલ મીડિયા પર અવારનવાર દેખાય છે.
આસામના ગુવાહાટીના એક વકીલનું લગ્ન કાર્ડ પણ આવા જ કેટલાક લગ્નના કાર્ડની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. દંપતીએ તેમના ખાસ દિવસ માટે બંધારણ આધારિત લગ્નનું કાર્ડ છાપ્યું છે. કાર્ડમાં સમાનતા દર્શાવવા માટે ન્યાયના ત્રાજવાની બંને બાજુ વર અને વધૂના નામ લખવામાં આવ્યા છે. લગ્નના આમંત્રણમાં ભારતીય લગ્નોને સંચાલિત કરતા કાયદા અને અધિકારોનો પણ ઉલ્લેખ છે.
Advocate`s Wedding card 😍 pic.twitter.com/G7EkpM9VCs
— माधव कुमार (@fakeerfirangi) November 24, 2021
કાર્ડમાં લખ્યું છે, “લગ્નનો અધિકાર એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ જીવનના અધિકારનો એક ઘટક છે. તેથી, 28 નવેમ્બર 2021, રવિવારના રોજ મારા માટે આ મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાનો સમય છે.” આમંત્રણમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “જ્યારે વકીલો લગ્ન કરે છે, ત્યારે તેઓ ‘હા’ નથી કહેતા, તેઓ કહે છે – ‘અમે નિયમો અને શરતો સ્વીકારીએ છીએ’.”
બંધારણ પર આધારિત લગ્નનું કાર્ડ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થયું છે. જ્યારે કેટલાકે મજાકમાં કહ્યું કે તેઓએ આમંત્રણ વાંચ્યા પછી CLAT અભ્યાસક્રમનો અડધો ભાગ પૂર્ણ કર્યો છે, જ્યારે કેટલાકને આશ્ચર્ય થયું કે શું યુગલના લગ્ન કોર્ટ-થીમ આધારિત હશે. એક યુઝરે કહ્યું, ‘આ કોર્ટના સમન્સ જેવું છે. બીજાએ કહ્યું, “આ માણસ હજુ પણ તેના નામમાં ‘એડવોકેટ’ મૂકવાનું ચૂકતો નથી.”
83 , 1