નરેન્દ્ર મોદી સહિત તમામ માટે યુપીનો ગઢ જીતવો જ પડે નહીંતર…
ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની આગામી માસથી ચૂંટણી યોજાવાની છે જે પૈકી સૌથી વધુ સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો યુપીની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે કેમ કે, વિધાનસભાની ચૂંટણી જીત્યા તો દિલ્હીની ગાદી મેળવવી કોઈ પણ પાર્ટી માટે સરળ રહે છે.
એક જૂની રાજકીય કહેવત છે કે રાયસીના હિલ્સનો રસ્તો લખનૌ થઈને જાય છે. સાઉથ બ્લૉકમાં જે 14 પુરુષો અને એક મહિલાએ વડા પ્રધાન તરીકે કામ કર્યું એમાંના 8 ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. જો તમે આમાં નરેન્દ્ર મોદીને પણ ગણી લો તો આ સંખ્યા 9 થઈ જાય છે. આ સૂચિમાં નરેન્દ્ર મોદીને પણ સામેલ કરવા પાછળનો તર્ક એ છે કે તેઓ વારાણસીથી ચૂંટાઈને લોકસભામાં ગયા છે.
તેઓ સરળતાથી ગુજરાતમાંથી ચૂંટાઈને લોકસભામાં પહોંચી શકે એમ હતા પરંતુ એમને પણ અંદાજ હતો કે ભારતના રાજકારણમાં ઉત્તર પ્રદેશનું જેટલું સાંકેતિક મહત્ત્વ છે એટલું કદાચ બીજા એક પણ રાજ્યનું નથી.
113 , 1