લવિંગનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીય સમસ્યાઓને દૂર કરી શકાય
લવિંગ ઔષધીય ગુણધર્મોથી ભરપુર છે અને તેનો ઉપયોગ કરવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તમે ઘણી રીતે લવિંગનું સેવન કરી શકો છો. કેટલાક લોકો તેને શાકમાં નાખીને ખાય છે. લવિંગમાં તીખો સ્વાદ હોય છે અને તે ખૂબ જ મજબૂત સુગંધ આપે છે. લવિંગ ગરમ હોય છે, તેથી રાંધતી વખતે ફક્ત એક અથવા બે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગમાં હાજર તત્વો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરે છે અને તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. આરોગ્ય સિવાય લવિંગ ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે અને તેને ચહેરા પર લગાવવાથી ત્વચાની બધી સમસ્યાઓ દૂર થાય છે.
પેટ માં ના થાય ગેસ: પેટમાં ગેસની સમસ્યા હોય તો લવિંગ લો. લવિંગ ખાવાથી ગેસ દૂર થશે. ગેસની જેમ, લોકો ને કબજિયાત સુધારવામાં પણ મદદગાર છે. ગેસ અને કબજિયાત પર, એક ગ્લાસ પાણી ગરમ કરો અને આ પાણીમાં લવિંગ ના તેલનું એક ટીપુ નાખો. આ પાણી પીવાથી ગેસ અને કબજિયાતથી રાહત મળશે. જો તમારે આ લવિંગનું પાણી પીવું નથી, તો શાક બનાવતી વખતે તેમાં બે લવિંગ ઉમેરો.
મોંઢાની દુર્ગંધ પણ દૂર થાય છે: જો તમને મોંઢામાંથી દૂર્ગંધ આવવાની પરેશાની છે તો રાત્રે સૂતાં પહેલા લવિંગ ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ગળા સંબંધિત કોઇ સમસ્યા જેમ કે, ગળામાં ખરાશ, ગળામાં દુખાવો, ગળુ બેસી ગયું હોય, ગળુ ખરાબ હોય. આ તમામ સમસ્યાઓને પણ લવિંગ દૂર કરી શકે છે. રાત્રે સૂતાં પહેલાં 2 લવિંગ ખાઓ અને ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લો.
દરરોજ રાત્રે લવિંગ ખાવાથી ફાયદો થાય છે: લવિંગ એક એવું આયુર્વેદિક તત્ત્વ છે, જેને આપણે ક્યારેય પણ ખાઇ શકો છો. મોટાભાગે ભોજનમાં લવિંગનો ઉપયોગ તો થતો જ હશે. જો આપણે રાત્રે સૂતાં પહેલા 2 લવિંગને સારી રીતે ચાવી-ચાવીને ખાઇએ. ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લઇએ તો તેનાથી આપણા શરીરને કેટલાય પ્રકારના લાભ થઇ શકે છે. આમ કરવાથી કબજિયાત, પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
દાંતોના દર્દમાં રાહત: દાંતના દુખાવામાં રાહત માટે લવિંગ તેલ ફાયદાકારક સાબિત થાય છે. દાંતમાં દુખાવો હોય તો લવિંગ તેલ લગાવો. કપાસમાં થોડું લવિંગ તેલ લગાવો અને આ કપાસને દાંત ઉપર રાખો અને આ દાંત પર 10 મિનિટ માટે મુકો. દિવસમાં બે વખત દાંત પર આ તેલ લગાવવાથી દાંતના દુખાવામાં રાહત મળશે. દાંતના દુ:ખાવાને દૂર કરવા ઉપરાંત, આ તેલ પેઢા પર લાગેલા કીડાઓ ને પણ મારે છે.
122 , 1