Video: સાઉદી અરેબિયામાં ઈદના દિવસે ઊંટની કુરબાની આપવામાં આવે છે
ઈસ્લામનો પવિત્ર મહિનો રમજાન ટૂંક સમયમાં શરૂ થનાર છે. તેના પહેલા સઉદી અરબમાં એક ઉંટ એટલી મોંઘી કિંમતમાં વિચાયો છે, જેના વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ ઉંટની કિંમત જાણીને તમે દાંત નીચે તમારી આંગળી દબાવી લેશો. આ દુનિયાનું સૌથી મોંઘુ ઉંટ બતાવવામાં આવી રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઉંટની હરાજી 7 મિલિયન સઉદી રિયાલ એટલે કે લગભગ 14 કરોડ 23 લાખ રૂપિયા લગાવવામાં આવી છે.
14 કરોડ રૂપિયામાં વેચાયું ઉંટ
ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ ઉંટ માટે સઉદી અરબમાં સાર્વજનિક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. હરાજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં પારંપરિક પોશાક પહેરેલો એક શખસ માઈક્રોફોન મારફતે હરાજીમાં બોલી લગાવતો જોવા મળી શકે છે.
— مقاطع فيديو (@Yoyahegazy1) March 25, 2022
તમને જણાવી દઈએ કે ઉંટની શરૂઆતી હરાજી 5 મિલિયન સઉદી રિયાલ એટલે કે લગભગ 10 કરોડ 16 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. ત્યારબાદ 7 મિલિયન સઉદી રિયાલની હરાજી પર તેની હરાજી ફાઈનલ કરી નાંખવામાં આવી. જોકે, આટલી ઉંચી હરાજી લગાવીને ઉંટ ખરીદનાર શખસનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉંટને એક ઘાતુના વાડામાં રાખવામાં આવ્યું છે. પારંપારિક પોશાક પહેરેલા લોકો હરાજીમાં સામેલ થયેલા જોઈ શકાય છે.
132 , 1