February 1, 2023
February 1, 2023

1 ડિસેમ્બરથી બદલાઇ જશે આ નિયમો, જાણો…

સસ્તો થઈ શકે છે LPG સિલિન્ડર…

નવેમ્બર મહિનો પૂરો થવામાં આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને ઈંગ્લીશ વર્ષનો અંતિમ માસ ડિસેમ્બર શરૂ થશે. પરિણામે આ સાથે સામાન્ય લોકોના જીવન સાથે સંકળાયેલા કેટલાક નિયમો પણ બદલાવાના છે. જેમાં નવા મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. એટલું જ નહીં બેન્કિંગ અને પેન્શન સંબંધિત કેટલાક નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.

UAN-Aadhaar Linking
EPFOએ UAN અને આધારને લિંક કરવાની સમયમર્યાદા વધારીને 30 નવેમ્બર કરી છે. હવે વધુ વિસ્તરણની અપેક્ષા નથી. આવી સ્થિતિમાં જે લોકોએ આજ સુધી આ કામ કર્યું નથી, તેઓએ ત્રણ દિવસમાં આ કામ પૂર્ણ કરવું પડશે, નહીં તો તેમને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. જો સમય મર્યાદામાં UAN-આધાર લિંક નહીં થાય, તો PF સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા કરી શકાશે નહીં. આવા સબ્સ્ક્રાઇબર્સ પીએફ ખાતામાંથી પણ ઉપાડી શકશે નહીં.

સાત લાખના વીમાનું થઈ શકે છે નુકસાન
જો 30મી નવેમ્બર સુધીમાં UAN-આધાર લિંક નહીં કરવામાં આવે તો બીજું મોટું નુકસાન થઈ શકે છે. EPFO એ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) માટે UAN-આધાર લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. નહિંતર, કર્મચારીનું પ્રીમિયમ જમા કરવામાં આવશે નહીં અને તે રૂ.7 લાખ સુધીના ઇન્શ્યોરન્સ કવરના લાભથી વંચિત રહેશે.

એલપીજીના ભાવમાં થઈ શકે છે ફેરફાર
ડીઝલ-પેટ્રોલનું છૂટક વેચાણ કરતી સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે આવ્યા બાદ કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ શુક્રવારે, બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 10 ડોલર ઘટી હતી, જે એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 1 ડિસેમ્બરની સમીક્ષામાં, એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવે.

Pensioners માટે આ બદલાવ
સરકારી પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જે સરકારી પેન્શનરો સમય મર્યાદામાં લાઇફ સર્ટિફિકેટ જમા નહીં કરે તેમને પેન્શન મળવાનું બંધ થઈ જશે. EPFO દ્વારા તાજેતરના ટ્વીટ મુજબ, સરકારી પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવુ પડશે, જે એક વર્ષ માટે માન્ય રહેશે. આ કામ ઘરે બેઠા ડિજિટલી કરી શકાય છે.

SBI Credit Card થશે મોંઘુ
એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે પણ ડિસેમ્બરથી ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે SBI ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી કરવી મોંઘી થશે. અત્યાર સુધી SBI કાર્ડથી માત્ર વ્યાજ લેવામાં આવતું હતું, પરંતુ હવે EMI પર ખરીદી કરવા માટે પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે. આની સીધી અસર SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સના ખિસ્સા પર પડશે.

Home Loan પર હવે નહીં મળે આ ઓફર
ફેસ્ટિવ સિઝનમાં ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓએ હોમ લોનની ઓફર આપી છે. આ ઑફર્સ પરવડે તેવા વ્યાજ દરોથી લઈને પ્રોસેસિંગ ફી માફ કરવા સુધીની છે. જો કે મોટાભાગની બેંકોની ઑફર્સ 31 ડિસેમ્બર, 2021 સુધી લાગુ છે, પરંતુ LIC હાઉસિંગ ફાઇનાન્સની ઑફર આ મહિને સમાપ્ત થઈ રહી છે. કંપનીએ પાત્ર ગ્રાહકોને રૂ. 2 કરોડ સુધીની લોન પર 6.66 ટકાના દરે હોમ લોન ઓફર કરી છે, જે 30 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે.

 116 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved