જાણો શું કામ હોય છે નાનકડા હોલનું…..
આજના ઈન્ટરનેટ યુગમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જો તમારી પાસે એક સ્માર્ટફોન છે તો તમે એની ડિઝાઈનમાં અનેક પ્રકારના ફિચર્સ જોયા હશે. જેમ કે, સેલ્ફી કેમેરા, રિયર કેમેરા, ઓડિયો જેક, વોલ્યૂમ બટન અને સ્પીકર, પરંતુ શું તમે ક્યારેય એ વાત નોંધી છે કે એની નીચે એક નાનકડો હોલ હોય છે. જે ખૂબ જ નાની જગ્યા હોય છે. મોટાભાગના લોકો એવું સમજતા હોય છે કે આ હોલ માત્ર ડિઝાઈનનો એક ભાગ છે, જો કે એવું બિલકુલ નથી. એની કામગીરી જાણીને તમને પણ નવાઈ લાગશે.
શું કામ હોય છે આ નાનકડો હોલ
જો તમે આ હોલ વિશે ન જાણતા હોવ તો આજે અમે તમને આ વિશે જાણકારી આપીશું. ખરેખરમાં આ હોલ એક નોઈઝ કેન્સલેશન માઈક્રોફન છે જે કોલિંગ દરમિયાન એક્ટિવ થઈ જાય છે. આ માઈક્રોફોનનું કામ કોલિંગ એક્સપિરિયન્સને ખૂબ જ સારી બનાવે છે. જો આ માઈક્રોફોન ન હોય તો જે વ્યક્તિ કોલ પર વાત કરી રહી હોય તેને કોલિંગ દરમિયાન વાતચીત કરવામાં વાજ સાંભળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી શકે છે. આ જ કારણે ખૂબ જ સમાન્ય દેખાતો આ હોલ કોઈ પણ સ્માર્ટફોન માટે ખૂબ જ જરૂરી હોય છે.
તમને જણાવી દઈએ કે નોઈઝ કેન્સલેશનનું કામ વોઈસ ક્વોલિટીને વધુ સારી બનાવે છે. ખરેખરમાં જ્યારે કોલ પર વાત કરી રહ્યા હોવ તો અનેકવાર આસપાસ ખૂબ જ અવાજ થતો હોય છે. પરંતુ સામેની વ્યક્તિને માત્ર તમારો અવાજ સંભળાતો હોય છે. આવું થવા પાછળનું કારણ આ નાનકડો હોલ એટલે કે માઈક્રોફનનો હાથ હોય છે. કારણ કે આ માત્ર ખૂબ જ નજીક એટલે કે તેમારા અવાજને જ ટ્રેક કરતુ હોય છે અને સામેની વ્યક્તિને માત્ર તમારો જ અવાજ પહોંચાડતો હોય છે. આવામાં જો તમે પણ તમારા સ્માર્ટફોનમાં આ માઈક્રોફોનને જોશો તો તમને ખબર પડશે કે એ કેટલો કામનો છે.
શું છે તેની પાછળનું ભૌતિકશાસ્ત્ર?
ભૌતિકશાસ્ત્રનો એક ખૂબ જ સરળ નિયમ એ છે કે સમાન કંપનવિસ્તારના તરંગો અને વિરોધી તબક્કાઓ એકબીજાને રદ કરે છે.
ઉદાહરણ તરીકે, જો આપણે 1V વોલ્ટેજના ધ્વનિ તરંગને -1V ના વોલ્ટેજના ઊંધી ધ્વનિ તરંગ સાથે મિશ્રિત કરીએ, તો તેઓ એકબીજાને રદ કરશે અને અમારી પાસે છે,
0V સાચવવામાં આવશે. એ જ રીતે, માઈકમાંથી કેપ્ચર કરાયેલા બેકગ્રાઉન્ડ અવાજને ઉલટાવીને અને -1 વડે ગુણાકાર કરીને અને પછી પ્રાપ્ત પરિણામને મૂળ સિગ્નલ વોલ્ટેજ સાથે કનેક્ટ કરીને, આપણને જે આઉટપુટ મળે છે તે અવાજ રદ થાય છે.
146 , 1