કોંગ્રેસે લગાવ્યો ગંભીર આરોપ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તેલંગણાની ઉસ્માનિયા યુનિવર્સિટીની મુલાકાતને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. હકીકતમાં જોઈએ તો, દેશની પ્રખ્યાત મનાતી ઉસ્માનિયા યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને પોતાના કેમ્પસમાં મુલાકાતની મંજૂરી આપી નથી. રાહુલ ગાંધી 7 મેના રોજ કેમ્પસમાં જવાનો પ્લાન બનાવ્યો હતો અને આ મુલાકાતને બિન રાજકીય ગણાવી હતી.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર યુનિવર્સિટીએ લેખિત રીતે આ મુલાકાત રદ કરી હોવાની જાણકારી આપી છે. પણ ઉસ્માનિયા યુનિવર્સિટીએ સત્તાવાર પરિષદે કથિત રીતે ના પાડી દીધી છે. ત્યાર બાદથી કોંગ્રેસ અને ટીઆરએસ આમને સામને છે.
આ ઘટનાને લઈને કોંગ્રેસ તેલંગણા રાષ્ટ્ર સમિતિના નેતૃત્વવાળી સરકાર પર આરોપ લગાવ્યો છે કે, ટીઆરએસે રાહુલ ગાંધીની મુલાકાત રોકવા માટે યુનિવર્સિટી પર દબાણ કર્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જગ્ગા રેડ્ડીએ કહ્યું કે, રાજ્ય સરકાર રાહુલ ગાંધીની ઉસ્માનિયા યુનિવર્સિટીની વિઝીટને લઈને સંસ્થા પર પ્રેશર બનાવી રહી છે.
76 , 1