જાણો લો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને વિગત
સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રીની જગ્યાઓ પર સીધી ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફેકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ માટે ઉમેદવારોએ 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
3,437 જગ્યાઓ પર થશે ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રીની 3,437 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આપેલી જાહેરાત પ્રમાણે પાસે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું પાસ થયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ સિવાય કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન પણ હોવું જોઈએ. ઉપરાંત ગુજરાતી અને હિન્દી એમ બે ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.
વયમર્યાદા
ઉમેદવારની ઉમર 18 વર્ષથી નાની ન હોવી જોઈએ અને 36 વર્ષથી મોટી ન હોવી જોઈએ. આ ઉપરાંત મહત્તમ વયમર્યાદા 45ને ધ્યાનમાં રાખીને અનામત વર્ગના લોકોને વયમર્યાદામાં થોડી છૂટછાટ આપવામાં આવે છે.
આટલી ચૂકવવી પડશે ફી
જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. બાકીના લોકોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.
આ સિવાય ભરતનીને લઈ વધુ માહિતી માટે તમે ઓઝસ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
139 , 2