શ્રીલંકા માટે કરો યા મરોનો મુકાબલો
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ટી-20 શ્રેણીની બીજી મેચ ધર્મશાળા મેદાનમાં રમાશે. ટીમ ઇન્ડિયા આજની મેચમાં જીત મેળવી અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. જ્યારે સીરિઝ જીવંત રાખવા માટે શ્રીલંકાએ આજની ટી-20 મેચ જીતવી જરૂરી છે. બીજી ટી20માં ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે વરસાદ થઈ શકે છે. બીજી T20 મેચમાં વરસાદની સંભાવના છે. ધર્મશાળા સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ છે. અહીં ફરી એકવાર બેટ્સમેનોને મદદ મળવાની આશા છે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરશે.
નોંધનીય છે કે, ભારતે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝને શ્રેણી પરાજય આપ્યો હતો. 2021માં યુએઇ ખાતે રમાયેલા ટી20 વર્લ્ડ કપના પ્રારંભિક તબક્કામાંથી જ બહાર થઈ ગયા બાદ ભારતને પોતાનો અભિગમ બદલવાની ફરજ પડી હતી. મેનેજમેન્ટે યુવા ખેલાડીઓને વધારે તક આપી છે અને હવે એક બદલાયેલી ટીમ નજરે પડી રહી છે. પોતાના બેટ્સમેનોના અભિગમમાં થયેલા ફેરફાર બાદ સતત સારો દેખાવ કરી રહેલી ભારતીય ટીમ અહીં શનિવારે શ્રીલંકા સામે રમાનારા બીજી મુકાબલામાં વિજય હાંસલ કરીને શ્રેણી જીતી લેવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે. ભારત પાસે સતત બીજી ટી20 શ્રેણી જીતવાની તક છે.
85 , 1