ઈરાનના વિદેશમંત્રીની ધમકી, ઈઝરાયેલ ગાઝામાં ઘુસ્યું તો સૈનિકોની કબર બનાવી દઈશું

- 16 Oct, 2023
હમાસના આતંકી હુમલા બાદ ઈઝરાયેલ ગાઝાને ધમરોળી રહ્યું છે ત્યારે ઈરાનના વિદેશમંત્રી હાંસેન અમીરાબ્દુલ્લાહિયને ઈઝરાયેલને ધમકી આપી છે કે જો ઈઝરાયેલ ગાઝામાં આગળ વધ્યું તો ઈઝરાયેલના સૈનિકોની કબર બનાવી દઈશું, ઈરાનના વિદેશમંત્રીએ અમેરિકાને ઈઝરાયેલની કઠપુતળી ગણાવ્યું હતું.
ઈરાનના વિદેશમંત્રીનું આ નિવેદન કતરના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે મુલાકાત બાદ બહાર આવ્યું છે. ઈરાનના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં કોઈપણ ઈઝરાયેલી જમીની હુમલાથી મધ્ય પુર્વમાં બાકી જગ્યાએ પણ સંઘર્ષ વધી શકે છે.
અમેરિકાને નિશાન બનાવતા ઈરાની વિદેશમંત્રીએ કહ્યું હતું કે જો યુદ્ધનું ક્ષેત્ર વધ્યું તો અમેરિકાને પણ ભારે નુકસાન થશે. ઉલ્લેખનીય છે કે, ઈરાને લાંબા સમયથી ગાઝામાં હમાસની સાથે સાથે લેબનોની આતંકી સમૂહ હિઝલુલ્લાહનું સમર્થન કરતું આવ્યું છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ બન્નેએ ગાઝાના યુદ્ધમાં સામેલ થવાની સ્થિતિનો ફાયદો ઉઠાવવાને લઈને પણ ધમકી આપી છે.