:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ખેડૂત આંદોલનની અસર દિલ્હી-NCRમાં ટ્રાફિક જામ : દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો...

top-news
  • 13 Feb, 2024

દેશભરના ખેડૂતો ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ બીજી અન્ય માંગણીઓ સાથે ફરી એકવાર આંદોલન કરવા માટે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે.  તેમની દિલ્હી કૂચને લઈને ફરીદાબાદ-પલવલ બોર્ડર પર ગદપુરી ટોલ પ્લાઝા પર પોલીસ પ્રશાસન તૈનાત કરવામાં આવ્યું છે.

પલવલથી દિલ્હી જતી 12 ટ્રેનોમાંથી 6ને રોકી દેવામાં આવી છે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ પણ સ્થળ પર તૈનાત છે જેથી નાના વાહનોનો રસ્તો સરળ બને. પોલીસ પ્રશાસન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

ઉગ્ર બનતુ આ આંદોલન ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો સાથે ફરીથી દિલ્હીમાં પહોંચવાની તૈયારી માં છે. આ આંદોલનમાં ભાગ લેવા માટે પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો પણ દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે અને આજે એવી શક્યતાઓ છે કે આ ખેડૂતો દિલ્હી પહોંચી શકે છે.

જેને પગલે દિલ્હી અને હરિયાણામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે ટ્રાફિક પ્રતિબંધને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને જામની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર વાહનો ધીરે ધીરે ચાલતા જોવા મળી રહ્યા છે.

ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના NCR શહેરોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.

હરિયાણા જવા માટે 4 રૂટની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં - ડાબર ચોક – મોહન નગર – ગાઝિયાબાદ – હાપુર રોડ – જીટી રોડ – દિલ્હી મેરઠ એક્સપ્રેસવે – ડાસના – ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે થઈને મુસાફરી કરી શકાય છે.• લોની – પૂજા પાવી – પંચલોક – મંડોલા – મસૂરી – ખેકરા (29 કિમી) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દ્વારા. 

તેમજ ઈન્દ્રપુરી પહોંચવા માટે • દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવેની સર્વિસ લેનમાંથી પંચલોક – મંડોલા-મસૂરી – પૂજા પાવીથી ઠેકડા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પણ એક વિકલ્પ હોઈ શકે છે.જ્યારે બીજો વિકલ્પ • દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવે થઈને મંડોલા – મસૂરી – ખેકરા – ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે થઈને ટ્રોનિકા સિટીના માર્ગે જઈ શકાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎