:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શંભુ બોર્ડર બન્યું યુદ્ધનું મેદાન : ડ્રોનથી છોડ્યાં ટિયર ગેસ: દિલ્હીમાં જવા માટે કિસાનો અડગ,તમામ સરહદો સીલ ...

top-news
  • 13 Feb, 2024

સમગ્ર દેશના ખેડૂતો આંદોલનમાં જોડાવા માટે  દિલ્હી તરફ કૂચ કરી છે. તેથી  પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો પણ દિલ્હી આવવા લાગ્યા છે. જેના કારણે દિલ્હીને અડીને આવેલી તમામ બોર્ડર પર ટ્રાફિક જામ છે. વાસ્તવમાં, લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓને લઈને ખેડૂતોના આંદોલનનો આ નવો હપ્તો છે.

ખેડૂતોને મનાવવા માટે સોમવારે લગભગ પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા હાજર હતા. પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઇચ્છતા હતા. તે પછી, ખેડૂત નેતાઓએ સર્વત્ર યુદ્ધની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ દિલ્હી તરફ કૂચ કરશે...

ગાઝીપુર, સિંઘુ, શંભુ, ટિકરી સહિતની તમામ સરહદોને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ છે. દરમિયાન પોલીસે ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. 

ખેડૂતોની દિલ્હી તરફની કૂચને ધ્યાનમાં રાખીને રાજધાનીની આસપાસની સરહદો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. મશીનની મદદથી સિમેન્ટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આરએએફ તૈનાત કરવામાં આવી છે.

ખેડૂતોની દિલ્હી કૂચ હરિયાણાના અંબાલા હાઈવે પર પહોંચી છે. ખેડૂતો ટ્રેક્ટર દ્વારા સતત દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતોના સમૂહમાં અનેક વાહનો પણ નજરે પડે છે. આ ઉપરાંત દિલ્હી આવવા માટે ખેડૂતો પણ પોતાની સાથે માલ લાવી રહ્યા છે. દિલ્હી તરફ કૂચ કરવા નીકળેલ પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર પહોંચ્યા છે. દિલ્હીમાં જવા માટે કિસાનો અડગ છે. ત્યારે હાલ દિલ્લી પોલીસ દ્વારા રાજધાનીને જોડતી તમામ સરહદો સીલ કરી દીધી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎