:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

આજે ખેડૂતોનું 'ભારત બંધ' : સરકાર- ખેડૂતો વચ્ચેની બેઠક નિષ્ફળ, અન્નદાતાઓએ કમર કસી!

top-news
  • 16 Feb, 2024

એક તરફ પંજાબના ખેડૂતો છે, જેઓ દિલ્હી તરફ કૂચ કરવા પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો સાથે બાથ ભીડી રહ્યા છે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચા 16 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે ભારત બંધ પાળવા જઈ રહ્યો છે. 

દેશના તમામ ખેડૂત સંગઠનો ભારત બંધમાં પંજાબના ખેડૂતો સાથે જોડાશે. આવી સ્થિતિમાં પંજાબથી લઈને હરિયાણા, દિલ્હીથી લઈને યુપી સુધી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ ગઈ હતી. દિલ્હીની તમામ સરહદો પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 

ખેડૂત સંગઠનોને પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.13 ફેબ્રુઆરીએ પંજાબના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી અને 3 દિવસ સુધી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોએ ખેડૂતોને પંજાબ અને હરિયાણા બોર્ડર પર એક મીટર પણ આગળ વધવા દીધા નથી, પરંતુ હવે 16 ફેબ્રુઆરી એટલે કે તે તારીખ છે જેમાં માત્ર પંજાબના ખેડૂતો જ નહીં પરંતુ દેશભરના ખેડૂત સંગઠનો પોતાની માંગણીઓ સાથે સરકાર સામે એક સાથે ઉભા રહેશે.

ખેડૂતોની એમએસપીની ગેરંટી સહિત કુલ 13 માંગણીઓ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર પોતાનું વચન પૂરું કરી રહી નથી અને તેના માટે હવે દેશભરના ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ભારત બંધ પાળી રહ્યા છે. પંજાબ અને હરિયાણા બોર્ડર પર તંગ વાતાવરણને જોતા 16 ફેબ્રુઆરીએ ભારત બંધ માટે મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અર્ધલશ્કરી દળ અને દિલ્હી પોલીસના જવાનોએ દિલ્હીની સિંઘુ બોર્ડર પર રિહર્સલ શરૂ કરી દીધું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎