:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મધ્ય પૂર્વના બે મોટા દેશો સાઉદી અરેબિયા-ઈરાન વચ્ચે વાતચીત ઈરાનના વિદેશ મંત્રી: રાજકીય રીતે ઉકેલ થી સારા પરિણામો

top-news
  • 17 Feb, 2024

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 5 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર જો જણાવીએ તો, ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 28 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઘણા દેશોએ ગાઝા પર ઈઝરાયેલની જવાબી કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હવે આ દરમિયાન સમાચાર છે કે મધ્ય પૂર્વના બે મોટા દેશો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે વાતચીત થઈ છે.

ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન અને સાઉદી રાજદ્વારી ફૈઝલ બિન ફરહાન અલ સઈદે ફોન પર વાત કરી છે. ગયા વર્ષે જ ઈરાન અને સાઉદી અરેબિયાએ ઈઝરાયેલના હુમલા સામે હાથ મિલાવ્યા હતા. આ બંને નેતાઓએ ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ ઈઝરાયેલના ગુનાઓ અને ગાઝાના દક્ષિણના સૌથી દક્ષિણી શહેર રફાહમાં ઈઝરાયેલની કાર્યવાહીની આકરી ટીકા કરી છે.

દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તૃત કરવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી. રફાહમાં 1.3 મિલિયનથી વધુ વિસ્થાપિત પેલેસ્ટિનિયનો છે. ઈઝરાયેલે આ અઠવાડિયે રફાહ પર હવાઈ હુમલા શરૂ કર્યા છે.ઈરાનના વિદેશ મંત્રીએ ચેતવણી આપી છે કે અમે યુદ્ધને ઉકેલ તરીકે માનતા નથી, પરંતુ જો આ મુદ્દાને રાજકીય રીતે તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો તેના પરિણામો સારા નહીં આવે.

બીજી તરફ, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) પણ ગાઝાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક યોજશે. OICમાં 57 મુસ્લિમ બહુમતી દેશો તેના સભ્યો છે.સંસ્થાનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સંવાદિતા જાળવવાનો અને મુસ્લિમોના હિતોનું રક્ષણ કરવાનો છે. સાઉદી વિદેશ મંત્રીએ તેમના ઈરાની સમકક્ષ દ્વારા OICની ઈમરજન્સી બેઠક બોલાવવાના પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. ચીનની મધ્યસ્થીથી સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયા હતા.

આ સાથે, છેલ્લા સાત વર્ષમાં પ્રથમ વખત બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થયા. હકીકતમાં, સાઉદી અરેબિયાએ વર્ષ 2016માં એક ઘટના બાદ ઈરાન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. થયું એવું કે એક જાણીતા શિયા ધર્મગુરુને સાઉદીમાં ફાંસી આપવામાં આવી. જે બાદ ઈરાની પ્રદર્શનકારીઓ રિયાધમાં સાઉદી એમ્બેસીમાં ઘૂસી ગયા હતા. આ ઘટના બાદ જ સુન્ની પ્રભુત્વ ધરાવતા સાઉદી અરેબિયા અને શિયા પ્રભુત્વ ધરાવતા ઈરાન વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎