:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સરકારી સંપતિને થયેલા નુકસાન માટે આંદોલનકારીઓની મિલકત જપ્ત : કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અંબાલા પોલીસ કાર્યવાહી કરશે

top-news
  • 23 Feb, 2024

 દિલ્હી કુચ કરવા માટે ચાલી રહેલા ઘર્ષણ તેમજ ખેડૂત આંદોલન દરમિયાન સરકારી સંપતિને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આંદોલનકારીઓની મિલકત જપ્ત કરવાની અને તેમના બેંક ખાતા સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંજાબને અડીને આવેલા હરિયાણાની અંબાલા પોલીસે ખેડૂત આંદોલનમાં સામેલ KMMના સભ્ય અને BKU શહીદ ભગતસિંહના અધ્યક્ષ અમરજીત મોહડીના ઘર નોટિસ મોકલી છે.એ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ઉગ્ર આંદોલન દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકસાનની ભરપાઈ તેમની સંપત્તિને વેચીને વસૂલવામાં આવશે. ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અંબાલા પોલીસ કાર્યવાહી કરવા જઈ રહી છે.

અંબાલા પોલીસે જાણકારી આપી કે NSA હેઠળ ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને નજરબંધ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સાથે જ આંદોલન દરમિયાન સરકારી મિલકતને કરેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારીઓના બેન્ક ખાતા સીઝ કરી અને સંપતિ ટાંચમાં લઈ કરવામાં આવશે. જાણકારી મુજબ ભારતીય ખેડૂત યૂનિયન શહીદ ભગતસિંહના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખેડૂત મજૂર મોર્ચાના સભ્ય અમરજીત સિંહ મોહડીના ઘર પર પોલીસ નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસ એસપી અંબાલા તરફથી જાહેર કરવામાં આવ્યુ છે.

તેમાં લખ્યું છે કે અમરજીત સિંહ મોહડી આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ નોટિસમાં કોર્ટના આદેશોનો હવાલો આપવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે આંદોલન હવે ઉગ્ર થઈ રહ્યુ છે, ત્યારે પ્રદર્શનકારી સરકારી સંપતિને નુકસાન પહોંચાડી શકે છે. તેથી પરવાનગી વગર આંદોલનમાં ભાગ લેવા પર મોહડીની સંપતિમાંથી ભરપાઈ કરવામાં આવી શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎