:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વંદે ભારતને ટ્રેનને લઈને આવ્યા મોટા સમાચાર : મુંબઈથી ગાંધીનગર 110 કિમી ની બદલે 160 કિમી ની ઝડપે દોડશે.

top-news
  • 26 Feb, 2024

દેશની લોકપ્રિય વંદે ભારત ટ્રેનને લઈને એક અપડેટ સામે આવી છે. મુસાફરો માટે ખુશીના સમાચાર છે. વંદે ભારત એક્સપ્રેસની હવેથી ઝડપમાં વધારો કરવામાં આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી ગાંધીનગર સુધી સ્પીડથી દોડશે. જેથી મુસાફરીના સમયમાં  25 થી 30 મિનિટનો ઘટાડો થશે . આ સિવાય બીજી વંદે ભારત ટ્રેન પણ મુંબઈથી શરૂ થવાની શક્યતા વર્તાઇ રહી છે.

હાલમાં વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં 82 જગ્યાએથી શરૂ કરવામાં આવી છે. ટ્રેનની ઝડપ તેમજ સુવિધાઓને જોતાં મુસાફરો દ્વારા અનેક શહેરોમાંથી આ ટ્રેનો શરૂ કરવાની માગ ઉઠી છે. તેથી આ વર્ષના અંત સુધીમાં 200થી વધુ ટ્રેનો શરૂ થવાની આશા છે.

માર્ચ 2024થી મુંબઈ અને ગાંધીનગર વચ્ચે મુસાફરીનો સમય ઘટવાનો છે. કારણ કે પશ્ચિમ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગમાં સુધારો કરી રહી છે. તે સુધારાઓનો અંતિમ તબક્કો આવી ગયો છે. આ તબક્કો પૂરો થયા બાદ ટ્રેનને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની મંજૂરી આપવામાં આવશે. હાલમાં આ ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. પરંતુ ટૂંક સમયમાં વંદે ભારત અને શતાબ્દી ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.

હાલમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત ટ્રેન લગભગ 5.15 કલાક અને શતાબ્દી ટ્રેન 6.35 કલાક લે છે. હાલમાં વંદે ભારત વિરાર અને ચર્ચગેટ વચ્ચે 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રેનની સ્પીડ 160 કિમી સુધી પહોંચી ગયા બાદ 30 મિનિટ સમય બચી જશે.

હાલમાં મહારાષ્ટ્રમાંથી 7 રેલવે લાઈનો પર વંદે ભારત શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન રાજ્યમાં મુંબઈથી સોલાપુર, મુંબઈથી શિરડી, મુંબઈથી જાલના, મુંબઈથી ગાંધીનગર (અમદાવાદ), નાગપુરથી બિલાસપુર, ઈન્દોરથી નાગપુર અને મુંબઈથી ગોવા રૂટ પર દોડે છે.

હવે સાઉથ કન્નડ સાંસદ નલિન કુમાર કાતિલે રેલ મંત્રી પાસે નવી માંગણી કરી છે. તદનુસાર મડગાંવ વંદે ભારત એક્સપ્રેસને મેંગલુરુ સેન્ટ્રલથી મુંબઈ ડાયવર્ટ કરવાની વિનંતી કરવામાં આવી છે. જો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ વિનંતી સ્વીકારશે તો મુંબઈને બીજી વંદે ભારત મળશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎