:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

ગૌતમ ગંભીરે રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા કરી પીએમ મોદીને અપીલ ગંભીર :લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર.

top-news
  • 02 Mar, 2024

પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

ગંભીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, “મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું.” આ સાથે ગંભીરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું, “મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર. જય હિન્દ.”

ગૌતમ ગંભીર 2019માં ભાજપમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાયા બાદ તેમને પૂર્વ દિલ્હીથી સાંસદની ચૂંટણી લડવાની તક મળી. તેમણે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદર સિંહ લવલીને લગભગ 6.95 લાખ મતોના માર્જિનથી હરાવ્યા.

હાલ ગૌતમ ગંભીર ભાજપના પૂર્વ દિલ્હીના લોકસભા સાંસદ છે. ગૌતમ ગંભીર T20 વર્લ્ડકપ 2007 અને ODI વર્લ્ડકપ 2011માં ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. ગંભીરે બંને ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ગંભીરે T20 વર્લ્ડકપની ફાઇનલમાં 54 બોલમાં 75 રન બનાવ્યા હતા. જયારે ODI વર્લ્ડકપની ફાઇનલમાં તેણે 91 રન આવ્યા હતા. ગંભીર હાલમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર છે. તે લખનઉ સુપર જાયન્ટ્સનો પણ મેન્ટર રહી ચૂક્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎