:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુજરાતમાં આજે ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ : રાજસ્થાનથી બપોરે 3 વાગ્યે ઝાલોદમાં પ્રવેશ કરશે

top-news
  • 07 Mar, 2024

લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી દ્વારા મણિપુર થી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. રાજસ્થાનથી બપોરે 3 વાગ્યે ઝાલોદમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં 4 દિવસમાં 7 જીલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. ભારત જોડો યાત્રાનું ફોકસ ગુજરાતનાં આદિવાસી વિસ્તાર પર છે. કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટબેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ જીલ્લામાંથી પસાર થવાની છે.  જેને લઈ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદનાં જમાલપુર-ખાડીયાનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પંચમહાલ પહોંચ્યા હતા. તેમજ કોંગ્રેસનાં કાર્યકરો સાથે બેઠક કરી હતી. કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મને તો કોઈ ગૂંગળામણ થતી નથી. મારી વાત સાંભળો કોંગ્રેસ પાર્ટી તો એક વિચારધારા છે. 138 વર્ષ જૂની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યની જરૂર છે અમારે કોઈની જરૂર નથી. પરંતું કોંગ્રેસ પાર્ટી સાથે જ રહેલો છે અમારો કાર્યકર. 30 વર્ષથી ગુજરાતમાં અમારી સત્તા નથી. પોલીસ અમારા કાર્યકરોનો દંડા મારતી હોય છે.  એમને ડીટેઈન કરીને લઈ જતી હોય તો પણ આજે કોંગ્રેસનાં કાર્યકર તરીકે લોકો મજબૂતીથી કોંગ્રેસને સાથ અને સહકાર આપે છે. 

8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા 

દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોજાશે કાર્યક્રમ 
ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું થશે સ્વાગત 
11.30 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા
બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ 
હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન 
હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ જ્યાં દર્શન કરી શકે છે રાહુલ ગાંધી 
પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે યાત્રા 
ન્યાય યાત્રાનું બોડીલી ખાતે થશે રાત્રી રોકાણ 

9 માર્ચે સવારે 8 વાગ્યે બોડેલી ખાતે યોજાશે પદયાત્રા 

બોડેલીથી ન્યાય યાત્રા પહોંચશે નસવાડી જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે
નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજન 
રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત
બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા જ્યાં 2.30 વાગ્યે થશે કોર્નર બેઠક 

10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન 

માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી 
બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન 
બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે યાત્રા 
વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક
વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે 
10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎