:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સૈનિકો ઉત્તરાખંડથી- હિમાચલ પ્રદેશની ચીન સરહદ પર તૈનાત ભારત-ચીને સરહદે માળખાકીય સુવિધાઓ વધારી

top-news
  • 08 Mar, 2024

ભારતે ચીન સાથેની પોતાની વિવાદિત સરહદને મજબૂત કરવા માટે નવી રણનીતિ બનાવી છે. સેનાએ ભારત-ચીન સરહદ પર પશ્ચિમી સરહદ પર તૈનાત 10,000 સૈનિકોને ચીન સાથેની બોર્ડર પર તૈનાત કર્યા છે. જો કે સેનાના અધિકારીઓએ આ અંગે કોઈ ઔપચારિક માહિતી આપી નથી. આ સૈનિકોને ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધીની ચીન સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે.

ભારત-ચીન સરહદના આ વિસ્તારમાં પહેલેથી જ 9000 સૈનિકો તૈનાત છે. ભારતીય સૈનિકો 532 કિલોમીટર લાંબી સરહદને વધુ સુરક્ષિત કરશે. છેલ્લા દાયકામાં આ પ્રદેશે વિશાળ માળખાકીય રોકાણ અને વિકાસ જોયો છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ આ વિસ્તારમાં પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વર્ષ 2020માં ચીન સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

ભારતીય સૈનિકોએ પણ ચીનને જડબાતોડ જવાબ આપ્યો હતો, પરંતુ ચીને દુનિયામાં બદનામીના ડરથી તેના સૈનિકોના મૃત્યુની સંખ્યા જાહેર કરી ન હતી. આ ઘટના પછી, વર્ષ 2021માં, ભારતે ચીન સાથેની તેની સરહદ પર પેટ્રોલિંગ કરવા માટે વધારાના 50,000 સૈનિકો તૈનાત કર્યા. આ ઘટના બાદથી, ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં સૈન્ય સંબંધિત માળખાકીય સુવિધાઓ વધારી છે અને વધુ સૈનિકો તૈનાત કરવા ઉપરાંત તેમની સરહદો પર મિસાઇલો અને એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.

તાજેતરમાં, ભારતના સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેએ કહ્યું હતું કે એવી સંભાવના છે કે આપણે 2020 જેવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, તેથી અમે હંમેશા સક્રિય રહીએ છીએ. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું કહેવું છે કે તેઓ સૈનિકોનું મનોબળ ઉંચુ રાખવા માટે સતત કામ કરી રહ્યા છે. તેઓ ભારત પર ખરાબ નજર નાખનાર કોઈપણને યોગ્ય જવાબ આપવા સક્ષમ અને તૈયાર છે. જાપાનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચીને ભારત સાથે લાંબા સમયથી ચાલતા લેખિત કરારોનું પાલન કર્યું નથી. તેમણે ગલવાન ઘટનાનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે આ માટે જવાબદાર પણ ગણાવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎