:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પર્યટન આધારિત માલદીવને લાગ્યો ફટકો : ભારત સાથેના વિવાદથી પ્રવાસન પ્રભવિત , 33 ટકાનો ઘટાડો...

top-news
  • 09 Mar, 2024

માલદીવ પર્યટન પર નિર્ભર રહેનારો દેશ છે, ત્યાં મુલાકાત લેનાર પ્રવાસીઓમાં  ભારતીયોનું પ્રમાણ વધારે હોય છે, તેથી જ્યારથી ભારતના  માલદીવ સાથે વિવાદ થયો છે, ત્યારથી ત્યાંના ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવા પામ્યો છે. આ વિવાદે  માલદીવની  કમર તોડી નાખી છે. પ્રવાસીઓની આવક પર નિર્ભર માલદીવનો પ્રવાસન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

માલદીવના પર્યટન મંત્રાલય દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે માલદીવમાં પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો થયો છે. માર્ચ 2023 અને માર્ચ 2024માં માલદીવની મુલાકાતે આવેલા પ્રવાસીઓના ડેટાના વિશ્લેષણમાંથી આ હકીકત સામે આવી છે.

નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચમાં માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા બીજા સ્થાને હતી, પરંતુ હવે ભારત છઠ્ઠા સ્થાને આવી ગયું છે. આ વર્ષે માર્ચમાં લગભગ 27,000 ભારતીય પ્રવાસીઓ માલદીવની મુલાકાતે આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ 2024માં 27,224ની સરખામણીમાં માર્ચ 2023માં 41,000થી વધુ ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી, જે લગભગ 33 ટકાનો ઘટાડો દર્શાવે છે.આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ તાજેતરના સમયમાં લક્ષદ્વીપ ટાપુઓમાં પ્રવાસીઓની રુચિમાં વધારો થયો છે. તો માલદીવની મુલાકાત લેતા ચીનના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, આ વર્ષે માર્ચમાં લગભગ 54,000 પ્રવાસીઓ માલદીવની મુલાકાતે આવ્યા હતા.

આ અઠવાડિયાની શરૂઆતમાં માલદીવે હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવા માટે ભારત સાથેના તેના કરારને રિન્યુ ન કરવાનો નિર્ણય લીધો હતો. આની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ જાહેરાત કરી હતી કે દેશ આ કવાયત માટે જરૂરી સુવિધાઓ અને મશીનો મેળવવા અંગે વિચાર કરશે.રાષ્ટ્રપતિએ વધુમાં જાહેરાત કરી કે તેમનો દેશ તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે માલદીવના જળ ક્ષેત્ર માટે 24X7 સર્વેલન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરશે.

માલદીવે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે મફત લશ્કરી સહાય માટે ચીન સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી આ ઘટના બની હતી. મહત્વની વાત એ છે કે ગયા વર્ષે મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎