:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

'વતનપ્રેમ' યોજનાનું ભવિષ્ય હાલ અંધકારમય: ગામડાના વિકાસ માટે દાન ન મળતા યોજના હાલ અધ્ધતાલ

top-news
  • 11 Mar, 2024

ગુજરાત સરકાર દ્વારા વિદેશમાં રહેતાં ગુજરાતીઓ માતૃભૂમિનું ઋણ ચૂકવી શકે અને ગામડાઓમાં વિકાસના કામો થાય તે હેતુસર શરૂ કરેલી વતમપ્રેમ યોજનાનું ભવિષ્યહાલ અંધકારમય જણાઈ રહયુ છે. યોજના માટે વિદેશથી દાન આવે તો તેનું અમલી કરણ શક્ય થાય એમ હતું, પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ આ યોજના માટે વિદેશથી કાણીપાઈ દાન મળી શક્યુ નથી .

વિદેશમાં રહેતાં ગુજરાતી દાતાઓએ ગામડામાં વિકાસના કામો માટે દાન આપવામાં રસ દાખવ્યો નથી. ખુદ રાજ્ય સરકારે આ વાતનો ખુલાસો વિધાનસભામાં કર્યો છે.વિદેશમાં રહેતા ગુજરાતીઓ પાસેથી દાન મેળવીને ગામડાઓમાં વિકાસના કામો કરવા માટે રાજ્ય સરકારે ૭મી ઓગષ્ટ,૨૦૨૧માં વતનપ્રેમ યોજના લોન્ચ કરી હતી.

એવુ નક્કી કરાયુ હતુંકે, વિદેશમાં રહેતાં ગુજરાતીઓ ૬૦ ટકા રકમ દાન પેટે આપે તો સરકાર ખુટતી ૪૦ ટકા ગ્રાન્ટ આપીને ગામડાઓમાં પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળાવનું બ્યુટીફિકેશન, શાળાના ઓરડા, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, સીસીટીવી કેમેરા, એસટી સ્ટેન્ડ, સોલર સ્ટ્રીટ લાઈટ ઉપરાંત વિકાસના કામો કરાવશે.

દાતાઓએ દાનની રકમ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને પંચાયત વિભાગમાં જમા કરાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે આ વતન પ્રેમ યોજના થકી ગામડામાં વિકાસના કામો સુચારુ રુપે થાય તે માટે અલાયદુ પોર્ટલ પણ બનાવાયુ હતુ. વિદેશમાં રહેતાં ગુજરાતીઓને આ આખીય યોજનાથી વાકેફ થાય તે રીતે પ્રચાર સુધ્ધાં કરાયો હતો.

વતનપ્રેમ સોસાયટીની દેખરેખ  હેઠળ એક અલાયદી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમિટી સુધ્ધાં બનાવવામાં આવી હતી. આટલી કવાયત પછીય વતનપ્રેમ યોજનાને પ્રતિસાદ સાંપડ્યો નથી.મોટાઉપાડે શરૂ કરાયેલી વતનપ્રેમ યોજના અંગે ખુદ સરકારે વિધાનસભામાં એવું કબૂલ્યું કે વિદેશમાં દાન પેટે એક પૈસો મળ્યો નથી. હવે સવાલ એછેકે, દાન પૈસે જ ગામડાનો વિકાસ કરવાનુ નક્કી થયુ હતું પણ દાન જ મળ્યુ નથી ત્યારે આ યોજના હાલ ટલ્લે ચડી છે.

વિદેશમાં રહેતાં ગુજરાતીઓને જાણે વતનપ્રેમ યોજના પ્રત્યે વતનપ્રેમ જ ઉભરાયો નહી. આ કારણોસર આ યોજનાનુ ભવિષ્ય અંધકારમય બન્યુ છે. ગામડાના વિકાસ માટે સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન વતન પ્રેમ યોજના હાલ અધ્ધતાલ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎