:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

ચૂંટણી પર્વ શાંતિથી મનાવીએ આવો, મતદાન અવશ્ય કરીએ..!

top-news
  • 11 Mar, 2024

ભારતમાં ચૂંટણીઓને એક પર્વ તરીકે માનીને વાર-તહેવારની જેમ તેને ઉજવવામાં આવે છે,.મતદારો હોંશે હોંશે મતાધિકારનો ઉપોયગ કરવા  સવારથી મતદાન મથકની બહાર લાઇન લગાવી દે છે અને પોતાના મનગમતા ઉમેદવારે કે મનગમતી પાર્ટીને વોટ આપીને મતદાન મથકની બહાર નિકળી આંગળીએ, અવિલોપ્ય શાહીથી કરેલી નિશાનીનો ફોટો પાડીને સોશ્યલ મિડિયા પર મૂકવાની એક નવી પરંપરા પણ હવે તો જોવા મળે છે અને હવે એ દિવસો દૂર નથી કે જ્યારે સોશ્યલ મિડિયામાં આવી લાખો સેલ્ફીઓ જોવા મળશે. કેમ કે લોકસભાની ચૂંટણીઓ હવે ઢુકડી છે...

ચાલુ માસના બીજા સપ્તાહમાં લોકસભાની 543 બેઠકોની ચૂંટણીઓનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર થાય તેમ છે. અને  ચૂંટણીઓ જાહેર થતાં જ  પરિણામ  ન આવે ત્યાં સુધી  ભારતની અવિનાશી લોકશાહીમાં ચૂંટણી પર્વ ઉજવાશે. અંદાજે 97 કરોડ મતદારો આ ચૂંટણી માટે નોંધાયેલા છે. અને પાંચ લાખ મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.

ચૂંટણીઓને સંબંધ છે ત્યાં સુધી  ભારતનું ભાવિ નક્કી કરનાર આ ચૂંટણીઓ વિના અવરોધે ખાસ કરીને ચૂંટણીલક્ષી હિંસાને બદલે મુકત અને ન્યાયી રીતે પાર પડે તે જોવાની જવાબદારી દેશના ચૂંટણી પંચની તો છે જ પણ તેની સાથે સાથે ઉમેદવારો, રાજકીય પક્ષો, ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ સહિત મતદારોની પણ છે.

જ્યારે બેલેટ પેપર-મતપત્રક-થી ચૂંટણીઓ યોજાતી હતી ત્યારે બેલેટબોક્સની ઉંઠાંતરીના કિસ્સા બનતા હતા. બેલેટબોક્સમાંથી મતદારો દ્વારા મતપત્રકની સાથે  લખાયેલી રસપ્રદ ચિઠ્ઠી-ચબરખીઓ નિકળતી હતી. પણ હવે બેલેટ પેપરને બદલે ઇવીએમથી મતદાન થાય છે અને ઇવીએમની સામે પણ છેલ્લાં ઘણાં સમયથી  ગરબડીના આક્ષેપો થયા છે.

આ વખતે પણ કેટલાક વકીલો દ્વારા દિલ્હીમાં ઇવીએમને બદલે બેલેટપેપરથી મતદાનની માંગણી માટે આંદોલન થયું છે. જો કે એ બધુ ભારત સરકાર અને ચૂંટણી પંચ પર આધારિત છે. હજુ સુધી આ અંગે કોઇ ફેરફાર નથી એટલે એમ માની લઇને ચાલીએ કે 18મી લોકસભાની ચૂંટણીઓ પણ ગઇ વખતની જેમ ઇવીએમથી જ યોજાશે.

મતદાનની પ્રક્રિયા બેલેટથી થાય કે ઇવીએમથી પણ ચૂંટણીઓ  શાંતિથી પૂર્ણ થઇને પરિણામના દિવસે પણ સૌ કોઇ  દેશની જનતાનો જનાદેશ માથે ચડાવીને  જનાદેશને માન આપશે અને આપવુ જોઇએ એવી આશા અસ્થાને નહીં ગણાય.

ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજવા ચૂંટણી પંચ દ્વારા ભરસક પ્રયાસો થશે જ. તેમ છતાં કેટલાક કાબુ બહારના પરિબળોને કારણે ઇવીએમમાં ગરબડો થતી હોવાની ફરિયાદો થતી આવી છે. આ વખતે પણ એવુ ન થાય તે માટે  મતદારોની જાગરૂકતા જરૂરી છે. ખાસ કરીને કોઇ બાહુબલિ ઉમેદવાર અને તેમના ટેકેદારો દ્વારા બોગસ વોટિંગને રોકવા માટે મતદારોએ એકજૂટતા દર્શાવવી પડશે. ચૂંટણી પંચ પણ તેમાં મતદારોની સાથે જ છે અને રહેશે.

ભારતમાં માર્ચથી એપ્રિલ-મે સુધીમાં  યોજાનાર ચૂંટણૂીઓ એવી પારદર્શી અને વિના અવરોધે યોજાવી જોઇએ કે બીજા દેશોનો લોકો અને બીજા દેશોના ચૂંટણી પંચો તેના વખાણ કરે. કેમ કે ભારતની ચૂંટણી પ્રથાને જોઇે એ જ ઢબે ઘણાં દેશોમાં ઇવીએમથી મતદાન હાથ ધરવામાં આવે છે. તેથી ભારતની ગરિમા અને ગૌરવને કાળો દાગ ન લાગે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જેમ કે ચૂંટણીનું જોહેરનામુ બહાર પડે ત્યાંથી લઇને પરિણામ અને નવી સરકારની રચના સુધી દેશમાં શાંતિ જળવાય તે જોવાની ભારતના એક એક નાગરિકની નૈતિક જવાબદારી છે. આવો, ચૂંટણી પર્વ શાંતિથી મનાવીએ અને મતદાન અવશ્ય કરીએ..!

એક મતની શું કિંમત છે અને મારો એક વોટ નહીં પડે તો  શું ખાટુમોળુ થઇ જવાનું છે, કોણ વોટ આપવા જાય...એમ જો વિચાર આવે તો તેને ખંખેરીને  મતદાનના દિવસે સૌ કોઇ મતદારો મતદાન અવશ્ય કરે. ટીપે ટીપે સરોવર ભરાય એમ એક એક મત મળીને  હજારો-લાખો મત બને છે અને તેના આધારે ઉમેદવારનું ભાવિ ઘડાય છે. એક વોટથી હારી જવાય અને એક વોટથી જીતી જવાય એવી આપણી ચૂંટણી પ્રણાલિમાં પહેલા મતદાન પછી બીજા કામ...એવુ એક સૂત્ર અપનાવીને  મતદાન અવશ્ય કરવા ગુજરાત વંદન અખબારની સૌ મતદારોને ફરીથી ખાસ વિનંતી અને અપીલ છે.

નિકુંજ પટેલ
સંપાદક
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎