:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય ભૂકંપ : BJP-JJPનું ગઠબંધન પર પૂર્ણવિરામ ,સત્તાવાર જાહેરાત બાકી ....

top-news
  • 12 Mar, 2024

દેશમાં ચૂંટણીઓની જાહેરાત થતાં પહેલા થીજ વિવિધ રાજ્યોમાં રાજકીય હલચલ તેજ થવા પામી છે,દરેક પાર્ટી પોતાનું વર્ચસ્વ સિદ્ધ કરવા માંગે છે. એવામાં  હાલમાં  હરિયાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ભંગ થવાની અણી પર આવી પહોંચી છે. પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે ગઠબંધન પર પૂર્ણવિરામ આવી શકે છે.

ભાજપે પણ જનનાયક જનતા પાર્ટીને કેબિનેટમાંથી અલગ કરવાની રણનીતિ બનાવી છે. ખટ્ટર સરકારની કેબિનેટ આજે એટલે કે મંગળવારે સામૂહિક રીતે રાજીનામું આપી શકે છે. જો આમ થશે તો હરિયાણામાં સરકારની નવેસરથી કેબિનેટની રચના થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવેહરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી  વચ્ચે કોઈ ગઠબંધન રહેશે નહીં. જો કે હજુ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. JJPને નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહીં.

આજે  ભાજપ ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવવામાં આવી છે.હરિયાણામાં ધારાસભ્ય દળની બેઠક બપોરે 12 વાગ્યે બોલાવવામાં આવી છે. અર્જુન મુંડા અને તરુણ ચુગ નિરીક્ષક તરીકે આ બેઠકમાં હાજરી આપશે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ પણ ચંડીગઢ પહોંચી ગયા છે. થોડા સમય પહેલા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હોવાના અહેવાલ હતા. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણી પર ચર્ચા થવાની હતી.

ઉલ્લેખનીય છે કે જેજેપી લોકસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી 1 થી 2 સીટોની માંગ કરી રહી છે. આ JJP-BJP અલગ થવાના કિસ્સામાં સરકારને બચાવવા અને હરિયાણામાં નવી સરકાર બનાવવાની તમામ શક્યતાઓ પર નિર્ણય લેવામાં આવશે. હરિયાણામાં મુખ્યમંત્રી બદલવા અંગે પણ વિચારણા થઈ શકે છે.પહેલા દુષ્યંત ચૌટાલાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી પરંતુ ચૂંટણીમાં ગઠબંધનને લઈને વાતચીત થઈ શકી ન હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ જેજેપીને સીટ આપવાના પક્ષમાં નથી.

90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો 46 છે. ભાજપના 41 ધારાસભ્યો છે. તેમને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. આ સિવાય તેમને ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટીનું સમર્થન પણ છે. જો JJP અલગ થશે તો ભાજપને 48 ધારાસભ્યોનું સમર્થન મળશે. કોંગ્રેસની વાત કરીએ તો ગૃહમાં તેના 30 ધારાસભ્યો છે. જ્યારે JJP પાસે 10 ધારાસભ્યો છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (અભય ચૌટાલા) પાસે 1 ધારાસભ્ય છે અને 1 ધારાસભ્ય અપક્ષ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎