:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રશિયામાં નેપાળી નાગરિકોએ સ્વદેશ પાછા ફરવા ભારતની મદદ માંગી : ભારતીય નાગરિકોને સલામત કાઢયાં બાદ ઊમ્મેદ વધી..

top-news
  • 12 Mar, 2024

રશિયામાં ફસાયેલા નેપાળી નાગરિકોએ નેપાળ પાછા ફરવા માટે હવે પોતાની સરકારની જગ્યાએ ભારતની મદદ માંગી છે. ભારતના પણ કેટલાક નાગરિકો રશિયામાં ફસાયેલા છે અને તેની વચ્ચે નેપાળના નાગરિકો પણ હવે ભારત તરફ આશાભરી નજર માંડીને બેઠા છે. નેપાળના પણ સેંકડો નાગરિકોને ગેરમાર્ગે દોરીને રશિયામાં લાવવામાં આવ્યા હતા , પછી  તેમને યુક્રેન સામે યુદ્ધ  લડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે. નેપાળના કહેવા પ્રમાણે છ નાગરિકોના મોત થયા છે. 

ચાર નેપાળી નાગરિકોએ ભારત સરકાર પાસે રશિયાની ચુંગાલમાંથી મુક્ત કરવાની આજીજી કરી છે. તેમણે વીડિયો શેર કરીને કહ્યું કે, તેમને સૈન્ય સહાયક તરીકે કામ કરવા માટે મોકલ્યા હતા, પરંતુ તેમને છેતરીને યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં લડવા માટે ઊભા કરી દીધા છે. આ માટે તેમણે ભારત પાસેથી મદદની ગુહાર લગાવી છે. વીડિયોમાં આ ચારેય યુવકો નાનકડી ઝૂંપડીમાં કડકડતી ઠંડીમાં મદદની આશાએ બેઠા છે. તેમાંથી એક યુવક ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યો છે.

ચારેયની ઓળખ સંજય, રામ, કુમાર અને સંતોષ તરીકે થઈ છે. નેપાળી યુવક કહે છે કે, અમને રશિયાની સેનામાં તૈનાત કરાયા છે, અને અમે નેપાળથી આવ્યા છે. એજન્ટે અમને ખોટું કહીને રશિયા મોકલ્યા છે. અને હવે અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, અમારે સહાયકની જેમ કામ કરવાનું છે.

જોકે નેપાળ સરકાર હજી સુધી પોતાના નાગરિકોને પાછા બોલાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી શકી નથી ત્યારે રશિયાથી ઘરે પાછા ફરવા માંગતા નેપાળી નાગરિકોએ ભારત પાસે સહાય માંગી છે.એક વીડિયોમાં નેપાળનો નાગરિક કહે છે કે, ‘અમને અહીંયા દગાખોરીથી લાવવામાં આવ્યા છે. અમને પહેલા કહેવામાં આવ્યું હતું કે, તમારે હેલ્પરનુ કામ કરવાનું છે પણ હવે અમને મોરચા પર બળજબરીથી લડવા માટે મોકલવામાં આવ્યા છે.

નેપાળ દૂતાવાસ અમારી મદદ નથી કરતું. ભારતનું દૂતાવાસ પાવરફૂલ છે અને અમને આશા છે કે ભારત અમારી મદદ કરશે. અમારી સાથે ત્રણ ભારતીય નાગરિક પણ હતા અને તેમને અહીંથી સહી સલામત કાઢી લેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, ભારતના કેટલાક નાગરિકોને પણ એજન્ટો આ જ રીતે દગાખોરીથી રશિયામાં હેલ્પર તરીકે કામ કરવાની લાલચ આપીને લઈ ગયા હતા. અને તેમને રશિયાની સેના સાથે યુક્રેન સામે લડવા મજબૂર કરાયા. આ દરમિયાન હૈદરાબાદના એક યુવકનુ મોત પણ થયું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎