સરકારની 18 OTT પ્લેટફોર્મ વિરુદ્ધ કડક કાર્યવાહી , પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટને લઈને ઘણી ચેતવણીઓ જાહેર કરાઇ હતી
- 14 Mar, 2024
ભારત સરકારના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે સમગ્ર દેશમાં 18 OTT પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ પ્લેટફોર્મ દેશમાં અશ્લીલ કન્ટેન્ટ આપી રહ્યા હતા, જેના સંદર્ભમાં મંત્રાલયે તેમને ઘણી વખત ચેતવણી આપી હોવા છત્તા તેમણે કોઇ પણ એક્શન લીધી નહતી, અંતે સરકાર દ્વારા આ પ્લેટફોર્મ ભારતમાં બંધ કરવામાં આવશે. આ સિવાય OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલને બ્લોક કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
X પ્લેટફોર્મ અને સમાચાર એજન્સી અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે 18 OTT પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે. આ પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટને લઈને ઘણી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. આ સિવાય દેશભરમાં OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ કરી છે. જેમાં તેમણે OTT પ્લેટફોર્મ બ્લોક કરયા છે. જેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, Tri Flicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને Prime Play જેવા નામનો સમાવેશ થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ