:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

લોકસભા ચૂંટણીની તારીખો આવતીકાલે જાહેર કરાશે : ચુંટણી પંચ મતદાન તારીખ,મતગણતરી-પરિણામ સહિતની વિગતો જાહેર

top-news
  • 15 Mar, 2024

 છેલ્લાં કેટલાંક સમયથી સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ક્યારે જાહેર થશે ???  કે થઈ શકે છે. એવામાં ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી  છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

આવતીકાલે બપોરે આ તારીખો જાહેર કરવામાં આવશે ,એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન પંચ કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરશે  ખાસ વાત એ છે કે તાજેતરમાં જ ચૂંટણી પંચમાં બે નવા કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિએ ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની પસંદગી કરવામાં આવી હતી. 

જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુનું સ્વાગત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એક ઐતિહાસિક સમયે તેમની નિમણૂકના મહત્વ વિશે વાત કરી હતી. જ્યારે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે તેમની નિમણૂક મહત્વની સાબિત થઈ છે. 14 ફેબ્રુઆરીએ અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને 8 માર્ચે અરુણ ગોયલના અચાનક રાજીનામા બાદ ચૂંટણી પંચમાં આ જગ્યાઓ ખાલી પડી હતી જે નવા કમિશનર સાથે ભરાઈ ગઈ છે.

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે શનિવારે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવવાની છે. સામાન્ય ચૂંટણીના સમયપત્રક ઉપરાંત ચૂંટણી પંચ ઓડિશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરશે.

સામાન્ય ચૂંટણીઓ 543 મતવિસ્તારોમાં અનેક તબક્કામાં યોજાય છે અને પરિણામો એક જ દિવસે જાહેર કરવામાં આવે છે, મોટે ભાગે તે મે મહિનામાં કરવામાં આવતી હોય છે. ગયા વખતે લોકસભા ચૂંટણી 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું. અને મતગણતરી 23 મેના રોજ થઈ હતી.

તાજેતરમાં જ ભાજપે આગામી ચૂંટણી માટે કુલ 250 ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. આ સાથે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં 82 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાના છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎