અમેરીકા-બ્રિટન દ્વારા યમન એરપોર્ટ પર બોંબવર્ષા બોંબમારા બાદ યમન એરપોર્ટના વિસ્તારમાં ચારેતરફ ધુમાડાના ગોટે ગોટા
- 15 Mar, 2024
ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે યમન જેવા દેશોમાં પણ છમકલા થઇ રહ્યા હોય તેમ આજે અમેરિકા તથા બ્રિટનના યુધ્ધ વિમાનોએ યમન એરપોર્ટ પર બોંબમારો કર્યો હતો.હૂથી વિદ્રોહીઓએ અમેરિકી જહાજને નિશાન બનાવતા વળતુ આક્રમક પગલુલેવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
યમનના સમુદ્રમાં હૂથી લડાકૂઓએ અમેરિકી જહાજને નિશાન બનાવ્યાના રીપોર્ટને પગલે આ કદમ ઉઠાવવામાં આવ્યું હતું. અમેરિકા તથા બ્રિટીશ સૈન્ય દ્વારા સંયુકત રીતે યમનના હુડાયકર શહેરના એરપોર્ટને નિશાન બનાવીને બોંબમારો કરવામાં આવ્યું હતું. સંયુકત આક્રમણમાં બોંબવર્ષા કરવામાં આવી હતી.
અમેરિકા-બ્રિટનના બોંબમારા બાદ યમન એરપોર્ટના વિસ્તારમાં ચારેતરફ ધુમાડાના ગોટે ગોટા નજરે પડયા હતા વ્યાપક નુકસાનીની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ