:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગોવામાં તિજોરીમાંથી મળ્યા સોનાના સિક્કા.. સોનાના આભૂષણો-તાંબાના સિક્કા સહિતની વસ્તુઓને મ્યુઝિયમમાં રખાશે

top-news
  • 16 Mar, 2024

બ્રિટિશ રાજાના શાસનકાળના સિક્કા, વિક્ટોરિયન યુગના ચાંદીના સિક્કા, પોર્ટુગલના રાજા જોઆઓ IV ના શાસન દરમિયાન 19મી સદીની શરૂઆતના માનવામાં આવતા તાંબાના સિક્કા, સોનાની લગડીઓ, 17મી અને 20મી સદી વચ્ચેના વિવિધ રાજવંશોની ચલણી નોટો નો 'ખજાના'મળી આવ્યો છે. આ ખજાનો  તાજેતરમાં પોર્ટુગીઝ-યુગની હેરિટેજ ઈમારતના લોકરમાંથી મળી આવ્યો હતો, જ્યાં  એક સમયે ગોવા સરકારની ડિરેક્ટોરેટ ઑફ એકાઉન્ટ્સ ઑફિસ હતી.

ડિરેક્ટોરેટ ઑફ એકાઉન્ટ્સનું કાર્યાલય તાજેતરમાં પણજીમાં જૂના સચિવાલયની નજીકના હેરિટેજ બિલ્ડિંગ - 'ફેસન્ડા' માંથી નજીકના પોર્વોરિમમાં નવી ઇમારતમાં સ્થળાંતર થયું છે. ત્યાં ફાઇલો અને ઇન્વેન્ટરીને સ્થાનાંતરિત કરવાની પદ્ધતિના ભાગ રૂપે, 32 વર્ષના અંતરાલ પછી સીલબંધ પરબિડીયાઓ અને તિજોરીના જૂના કબાટમાંથી 'ખજાના' બહાર કાઢવામાં આવ્યા હતા . એ સમયે ત્યાંથી આ ખજાનો હાથ લાગ્યો હતો. 1961માં ગોવાની આઝાદી બાદ, પોર્ટુગીઝ યુગની આ ઈમારતમાં રાખવામાં આવેલ તિજોરી બીજી વખત ખોલવામાં આવી છે. જેમાં સોનાના આભૂષણો, અને તાંબાના સિક્કા સહિત અમૂલ્ય કિંમતની ઘણી વસ્તુઓ મળી આવી હતી.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે 32 વર્ષ બાદ ફરી એકવાર તિજોરી ખોલવામાં આવી છે. આ પહેલા 1992માં જ્યારે આ તિજોરી ખોલવામાં આવી ત્યારે તેમાંથી દુર્લભ અને કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જેમાં 2.234 કિલો સોનાની વસ્તુઓ, ઘરેણાં, જૂના સિક્કાનો સમાવેશ થાય છે. આ સરકારી તિજોરી છેલ્લા 32 વર્ષથી ખોલવામાં આવી ન હતી. તેમાં જોવા મળતી દુર્લભ વસ્તુઓને મ્યુઝિયમમાં રાખવામાં આવશે.

સીએમએ કહ્યું કે અમને 2.23 કિલો વજનના સોનાના ટુકડા, 5,000 પ્રાચીન સિક્કા, વિવિધ તારીખોના 307 તાંબાના સિક્કા મળ્યા છે, જેનું કુલ વજન 3.15 કિલો છે. 4.78 કિગ્રા વજનના 814 સિક્કાઓ મળી આવ્યા હતા, જેમાં અરબી ભાષામાં શિલાલેખ છે, 786 તાંબાના રાણી વિક્ટોરિયા લખેલા સિક્કા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તાંબાના વાસણો વગેરે પણ મળી આવ્યા છે.

પોર્ટુગીઝોએ 451 વર્ષ સુધી ગોવામાં શાસન કર્યું હતું. ભારતની આઝાદીના 14 વર્ષ બાદ 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવાને આઝાદી મળી હતી. વર્ષ 1961માં ભારતીય સેનાએ ગોવાને પોર્ટુગીઝના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું. 1940માં જ્યારે ભારતમાં સત્યાગ્રહ ચાલી રહ્યો હતો ત્યારે ગોવાના કેટલાક નાગરિકોએ પણ તેમાં ભાગ લીધો હતો.

ગોવાની સંસ્કૃતિ ભારત કરતા સંપૂર્ણપણે અલગ હતી, તેથી 1947માં ભારતને આઝાદી મળ્યા પછી પણ પોર્ટુગીઝો ગોવાને આઝાદ કરવા માંગતા ન હતા. જો કે ભારત સરકારે પોર્ટુગીઝોને સમજાવવાના તમામ શક્ય પ્રયાસો કર્યા, પરંતુ જ્યારે તેઓ સંમત ન થયા, ત્યારે ભારત સરકારે સેના દ્વારા ઓપરેશન વિજય શરૂ કર્યું અને ગોવાને પોર્ટુગીઝોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎