:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા મામલે : ઘટના બાદ યુનિવર્સીટી દ્વારા NRI વિદ્યાર્થીઓના શિફ્ટિંગના આદેશ

top-news
  • 18 Mar, 2024

શહેરની પ્રખ્યાત યુનિવર્સિટીમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના બની , કેટલાક અસામાજિક તત્વો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવ્યા ઉપરાંત  માર પણ મારવામાં આવ્યો હતો. આ બધા વિદ્યાર્થીઓ વિદેશી હતા. આ બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે. બનાવની વધુ વિગત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે બોયઝ હોસ્ટેલમાં A-બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢતા હતા.

તે સમયે શરૂઆતમાં કેટલાક લોકોએ આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ નહિ પઢવા જાણ કરી હતી. તે સમયે એક નમાઝીએ ઉભા થઇ વાત કરનાર વ્યક્તિને લાફો માર્યો હતો ત્યાર બાદ મામલો વણસ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અહી આવેલા ટોળાએ નારા લગાવીને વિદેશી વિદ્યાર્થીઓ પર હૂમલો કર્યો હતો. અને રૂમમાં તેમજ વાહનમાં તોડફોડ કરી હતી. 

આટલેથી ટોળુ અટક્યુ ન હતું અને વિદ્યાર્થીઓના રૂમ સુધી પહોચી ગયુ હતુ ત્યારબાદ વિદ્યાર્થીઓને મારમારી રૂમમા તોડફોડ કરવામાં આવી હતી. વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 5 વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી હોસ્ટેલ પર સિક્યોરિટી સ્ટાફ અને પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. તો ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓ ને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જે ઘટનામાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનામાં વિદેશી વિદ્યાર્થીઓએ વીડિઓ બનાવી વાયરલ કરતા અને ઘટના જોતા મામલાની ગૃહ મંત્રાલયે પણ નોંધ લીધી છે. વિદેશી વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી ભોગ બનેલા વિદ્યાર્થીઓએ આપવીતી જણાવી હતી. તેઓએ પોતે સુરક્ષિત નહી હોવાથી સુરક્ષિત સ્થળે ખસેડવા માંગ કરી હતી. તો ઘટનામાં ગૃહ મંત્રાલયે નોંધ લેતા ગૃહ રાજ્યમંત્રીએ હાઇલેવલ બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી. જે સૂચન મળતા પોલીસ કમિશનર ખુદ હોસ્ટેલ સ્થળ પર પહોંચ્યા અને ઘટનાની વિગત મેળવી હતી. 

યુનિવર્સીટીમાં હાલ 300 વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ ઘટના બની છે તે એ બ્લોકમાં 75 વિદ્યાર્થીઓ રહેતા હતા. જેમાં 15 જેટલા વિદ્યાર્થી નમાજ પઢતા હતા અને આ બનાવ બન્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને અન્યના પણ નિવેદન લેવાઇ રહ્યા છે. જેથી ઘટનામાં અન્યની ઓળખ કરી તેને પકડી કાર્યવાહી કરી શકાય. સાથે જ હોસ્ટેલમાં cctv નહિ હોવાનું પણ સામે આવ્યું છે. જો cctv હોત તો હુમલાખોરોની ઝડપથી ઓળખ થતા કાર્યવાહી થઇ શકી હોત. ગુજરાત યૂનિવર્સિટીમાં જૂથ અથડામણ મામલે વિદેશ મંત્રાલયે ગૃહ વિભાગ પાસે માહિતી માંગી . 

જૂની હોસ્ટેલમાંથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવશે. ગુરૂવાર સુધી NRI વિદ્યાર્થીઓ શિફ્ટ થઈ જશે.  બીજી તરફ NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને જરૂરી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ બનાવ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે. જે સમગ્ર ઘટનાની તપાસ કરશે અને જવાબદારો સામે કાર્યવાહી કરશે.

સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસઆર બાવાએ જણાવ્યું હતું કે, તેઓ કેસની તપાસ કરી રહ્યા છે અને આ તબક્કે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. ઘાયલ પાંચ વિદ્યાર્થીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાત યૂનિવર્સિટીમાં જૂથ અથડામણ મામલે વિદેશ મંત્રાલયે ગૃહ વિભાગ પાસે માહિતી માંગી હતી અને બીજી તરફ ગૃહરાજ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎