:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દિલ્હી 2018થી સતત ચોથી વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની : વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત 70 લાખ અકાળ મૃત્યુ માટે જવાબદાર ...

top-news
  • 19 Mar, 2024

દર વર્ષે વિશ્વની ખ્યાતનામ કંપનીઓ અલગ અલગ દેશના શહેરોની હવા,તાપમાનના ફેરફારો તેમજ તેમની ભોગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી  બધાનું અવલોકન કરતાં હોય છે. એન તે મુજબ દરેક દેશની ભૌગોલિક માહિતી બહાર પડતાં હોય છે, કઈક એવીજ ચોંકાવનારી માહિતી સ્વિસ જૂથ IQ Airએ હાલમાં જ બહાર પાડી છે, તેમની વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી માં ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. PETAI દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં છે.

સ્વિસ જૂથ IQ Air અનુસાર, ભારત 2023માં 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ વાર્ષિક PM 2.5 સાથે 134 દેશોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતું હતું. સ્વિસ સંસ્થા IQ Air દ્વારા 2023નો અહેવાલ જણાવે છે કે બાંગ્લાદેશમાં 79.9 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને પાકિસ્તાનમાં 73.7 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની નબળી હવાની ગુણવત્તા હતી. ભારત વર્ષ 2022માં 53.3 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ PM 2.5 સાથે આઠમા સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન પામ્યું હતું. 2022ના રેન્કિંગમાં શહેરનું નામ આવ્યું ન હતું. દિલ્હી 2018થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 1.36 અબજ લોકો પીએમ 2.5ના સંપર્કમાં રહ્યા હતા. 2022ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં 131 દેશો અને પ્રદેશોના 7,323 સ્થળોનો ડેટા સામેલ છે. 2023માં, આ સંખ્યા વધીને 134 દેશો અને પ્રદેશોમાં 7,812 સ્થાનોના ડેટા સામેલ કરાયા છે. નોંધનીય છે કે વિશ્વમાં દર નવમાંથી એક મૃત્યુ પ્રદૂષણને કારણે થાય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો બની રહ્યો છે. WHOના અહેવાલો અનુસાર, વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત 70 લાખ અકાળ મૃત્યુ માટે જવાબદાર છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎