:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈસરોએ ભરી વધુ એક ઉચી ઉડાન : પુનઃઉપયોગ કરી શકાય એવા પ્રક્ષેપણ ‘પુષ્પક’નું સફળ પરીક્ષણ

top-news
  • 22 Mar, 2024

અવકાશ સંશોધન માં ઈસરોએ છેલ્લા કેટલાય સમયમાં પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું છે, દેશના મહાન વૈજ્ઞાનિકોનો તેમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. એવામાં   ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચી સફળ  ઉડાન ભરી છે. વાસ્તવમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન ‘પુષ્પક’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઈસરોના પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન પુષ્પકને  સવારે લગભગ 7.10 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં મોટી સફળતા હાંસલ કરી હતી. વાહન સફળતાપૂર્વક રનવે પર લેન્ડ થયું હતું.

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ત્રિવેન્દ્રમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ મિશન વિશે જાણકારી આપી હતી. આરએલવીનું આ ત્રીજું લેન્ડિંગ મિશન હતું, જેને રામાયણના સ્પેસશીપનું નામ આપવામાં આવ્યું છે. ઈસરોએ વર્ષ 2016 અને ગયા વર્ષે એપ્રિલમાં અગાઉના મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાહનને લગભગ 4.5 કિમીની ઉંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને પછી છોડવામાં આવ્યું હતું.

આ એરક્રાફ્ટને ઘણો ફાયદો થવાનો છે, ઈસરોએ કહ્યું કે આ એરક્રાફ્ટને લોન્ચ કરવાનો હેતુ ઓછા ખર્ચે અવકાશમાં પહોંચવા માટે ફરીથી વાપરી શકાય તેવું વાહન બનાવવાનો છે, જેની કિંમત પણ ઓછી હશે. તેના ફાયદાઓની ગણતરી કરતા, ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું, પુષ્પક એ અવકાશની ઍક્સેસને સસ્તું બનાવવા માટે ભારત દ્વારા એક સાહસિક પગલું છે. આ ભારતનું રિયુઝેબલ એરક્રાફ્ટ છે.

તેમણે કહ્યું કે આ એરક્રાફ્ટના ઉપરના ભાગને, જે ખૂબ જ મોંઘું છે, જેમાં તમામ મોંઘા ઈલેક્ટ્રોનિક્સ ઈન્સ્ટોલ છે, તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવશે. જેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. આ રીતે આ વાહનનો ઉપયોગ કરવાથી ઘણા પૈસાની બચત થશે. ભારત અવકાશ મિશન પર ખર્ચ ઘટાડવા માંગે છે અને પુષ્પક એ દિશામાં એક પગલું છે. પુષ્પક (RLV) ને સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા રોકેટ, સિંગલ-સ્ટેજ-ટુ-ઓર્બિટ (SSTO) વાહન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ISRO અનુસાર, ‘પુષ્પક’ના શરીરમાં ડબલ ડેલ્ટા પાંખો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎