:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

હોળી-ધૂળેટીમાં મેડિકલ ઈમરજન્સીમાં વધારાની સંભાવના : 108 હાનિકારક રસાયણ ધરાવતા રંગો દ્વારા ન રમવી

top-news
  • 23 Mar, 2024

હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન મેડિકલ ઈમરજન્સીમાં સામાન્ય દિવસોની સરખામણીએ 8 થી 29 ટકા સુધીનો વધારો થઈ શકે છે. સામાન્ય દિવસોમાં મેડિકલ ઈમરજન્સીના સરેરાશ 3709 કોલ્સ નોંધાતા હોય છે જેની સરખામણીએ આ વર્ષે હોળીમાં  4013, ધૂળેટીમાં 4788 કોલ્સ નોંધાય તેવી સંભાવના છે.

ઈમરજન્સી સેવા ‘108’દ્વારા જારી  કરવામાં આવેલી વિગતો અનુસાર હોળી-ધૂળેટીમાં મુખ્યત્વે વાહન અકસ્માતમાં અનુક્રમે 42.57 ટકા અને અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં 53.39 ટકા વધારો થવાની સંભાવના છે. અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં મુખ્યત્વે પડી જવાની તથા શારીરિક હુમલાની ઈજાના કેસમાં વધારો થશે. જિલ્લા પ્રમાણે અરવલ્લી, ભરૂચ, મોરબી, પંચમહાલ પોરબંદર, સુરત, વલસાડમાં વધારે કેસ નિતેવી સંભાવના છે. ગત વર્ષે સામાન્ય દિવસમાં મેડિકલ ઈમરજન્સનિદૈનિક સરેરાશ 3923 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ ગત વર્ષે હોળીમાં 3808, ધુળેટીમાં 4411 કેસ નોંધાયા હતાં. આ વખતે હોળી દરમિયાન રાત્રે 10 થી 11 ના સૌથી વધુ 29.73 ટકા અને ધુળેટી વખતે સાંજે 6થી 7 દરમિયાન સૌથી વધુ 61 ટકા કેસ નોંધાઈ શકે છે.  

નિષ્ણાતોના મતે હોળી રમતી વખતે તકેદારી રાખવી જરૂરી છે. આંખમાં સનગ્લાસ પહેરી રાખવા જોઇએ, જેથી હાનિકારક રસાયણ ધરાવતા રંગથી આંખોને રક્ષણ મળી રહે છે. વાહન ચલાવતી વખતે પણ સાવચેતી રાખવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત ભીના હાથે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાં ખોરાક ખાવાથી દૂર રહેવું જોઇએ.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎