:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

PDPU હોસ્ટેલમાંથી છાત્રાની લાશ મળતા સનસનાટી : હત્યા કે આત્મહત્યા ?...

top-news
  • 26 Mar, 2024

ગાંધીનગરની PDPU હોસ્ટેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા યુવતીનું મોત હત્યા કે આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરમાં પીડીપીયુ કેમ્પસમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 

પીડીપીયુની હોસ્ટેલ ખાતે યુવતિનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે યુવતીનું મોત કેવી રીતે થયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. યુવતીએ આત્મહત્યા કરી કે હત્યા તે તપાસનો વિષય બન્યો છે. હાલ યુવતીના મૃતદેહને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં રાયસણમાં પીડીપીયુની હોસ્ટેલ આવેલી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અહી રહેતા હોય છે. ત્યારે આ જે PDPU હોસ્ટેલમાંથી એક યુવતિની લાશ મળી આવી છે. આ લાશ શંકાસ્પદ હાલતમાં મળી છે. યુવતિનું શરીર ભારે છે જ્યારે તેણે કાળા કલરના કપડા પહેરેલા છે તે કેમ્પસમાં ઉધા માથે પડેલી જોવા મળી હતી. આ યુવતિનું કયા સંજોગોમાં મોત નીપજ્યુ છે તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતિએઆત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી તે દિશામાં તપાસ કરવી જરૂરી બની છે.

ગાંધીનગરનાં રાયસણ પીડીપીયુ કોલેજની હોસ્ટેલમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. એક વિદ્યાર્થીના પર્સમાંથી 11 હજાર રોકડા ચોરાઈ ગયા હતા. હોસ્ટેલના રૂમના કબાટમાં રાખેલ પર્સમાંથી બે વખત ચોરી થવા અંગે વિદ્યાર્થીએ હોસ્ટેલ મેનેજમેન્ટમાં જાણ કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં આખરે ઈન્ફોસિટી પોલીસ મથકમાં વિદ્યાર્થી દ્વારા તે સમયે ફરિયાદ કરવામાં આવી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎